BREAKING NEWS

પુત્રીને દશામાંના મેળામાં લઈ જતી વખતે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત, પરિવારમાં કલ્પાંત

  • August 18, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદમાં બાઈક સ્લીપ થતા યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. ત્રણ વર્ષની પુત્રીને ગામમાં આવેલા દશામાં ના મંદિરે મેળો હોય ત્યાં આટો મારવા લઇ જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદના ભવાનીનગરમાં રહેતા પ્રવિણગીરી દોલતગીરી ગોસાઈ (ઉ.વ.35)ના યુવક ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યે ત્રણ વર્ષની પુત્રીને મોરબી હળવદ રોડ પર આવેલા દશામાના મંદિરે મેળામાં લઇ જતા હતા ત્યારે બાઈક સ્લિપ થતા પિતા પુત્રી પટકાયા હતા જેમાં યુવકને ગંભીર ઇજા થતા પ્રથમ હળવદ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ડ્રાઈવિંગ કામ કરતા હતા અને ત્રણ ભાઇમાં વચેટ હતા. યુવકના મૃત્યુથી બે પુત્રીઓએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application