હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલા મા જ્વાલામુખી શક્તિપીઠ મંદિરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક યુવકે મંદિર પરિસરમાં પોતાના શરીરને આગ લગાવી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. 36 વર્ષીય યુવક રાજસ્થાનનો હોવાનું કહેવાય છે. તેનું શરીર 70 ટકા બળી ગયું હતું. મંદિરમાં બનેલી ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. યુવકને તાબડતોબ સારવાર માટે ખસેડાયો હતો. અહેવાલો અનુસાર, યુવકની ઓળખ રાજસ્થાનના જહાલબાદના રહેવાસી ગજાનંદના પુત્ર રામદાસ તરીકે થઈ છે.