પોરબંદરમાં શક પડતી મિલકત તરીકે બે મોટરસાયકલ સાથે યુવાન ઝડપાયો
પોરબંદરમાં શક પડતી મિલકત તરીકે બે મોટરસાયકલ સાથે યુવાન ઝડપાયો
December 02, 2025 02:35 PM
પોરબંદર પોલીસે એક યુવાનને શંકાસ્પદ હાલતમાં બે બાઈક સાથે પકડી લીધો છે અને તેની તપાસ કરતાં ભૂતકાળમાં છ જેટલા ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે તેથી આ બાઈક ચોરીના છે કે કેમ?તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ અટકાવવા ખાસ સુચના કરેલ, જે અનુસંધાને પોરબંદર શહેરના ના.પો.અધિ. રૂતુ રાબા ના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર ડી સ્ટાફ ના માણસો લકડી બંદર પુલ સામે રોડ ઉપર વાહનચેકીંગમાં હતા દરમ્યાન જયમલ મુરૂભાઇ સુંડાવદરા ઉ.વ.-૨૫ ધંધો-ડ્રાઇવિંગ રહે.દેગામ નવાપારા બસસ્ટેન્ડની બાજુમાં નંબરપ્લેટ વગરના મો.સા. સાથે શકમંદ હાલતમાં મળી આવતા બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી ઇસમને બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે બે બાઈક સાથે પકડી લીધો છે અને તેની તપાસ કરતાં દેવભુમી દ્વારકા કલ્યાણપુર પો.સ્ટે. પોરબંદર ઉદ્યોગનગર ,પોરબંદર મીયાની મરીન પો.સ્ટ,દેવભુમી દ્વારકા કલ્યાણપુર પો.સ્ટે. પોરબંદર જીલ્લા બગવદર પો.સ્ટે.પોરબંદર જીલ્લા કમલાબાગ પો.સ્ટે. ભૂતકાળમાં છ જેટલા ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે પો.ઇન્સ. જે.જે.ચૌધરી ડી-સ્ટાફ પો.સબ ઇન્સ. એમ.પી.મોરી એ.એસ.આઇ. બી.એસ.ચાંડપા પો.હેડ કોન્સ. કે.પી.મોડેદરા પો.કોન્સ. જય રમેશભાઇ હોથી અરજણભાઇ કીશોર માલદેભાઇ પુષ્પરાજસિંહ દેવેન્દ્રસિંહ તથા વુ.પો.કોન્સ કીર્તિબેન ભરતભાઇ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.