BREAKING NEWS

શાપરમાં ભૂમિ ગેટ નજીક હીટ એન્ડ રનની ઘટના: અજાણ્યા યુવકનું મોત

  • October 29, 2025 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપરમાં ભૂમિ ગેટ પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહને અજાણ્યા યુવાનને હડફેટે લઇ વાહન હંકારી મૂક્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ મોત થયું હતું. બનાવ અંગે શાપર પોલીસે અકસ્માતમાં મોતને ભેટનારા આ અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે તેમજ યુવાનને હડફેટે લેનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.


અકસ્માતના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં ભૂમિ ગેટ પાસે વહેલી સવારના સુમારે એક અજાણ્યો યુવાન રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોય જેથી તેને બેભાન હાલતમાં 108 મારફત સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બપોરના સમયે સારવાર દરમિયાન યુવાને દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા શાપર વેરાવળ પોલીસ મથકના એએસઆઈ મુકેશભાઈ ચૌહાણ તથા સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

યુવાન શાપર વેરાવળમાં ભૂમિ ગેટ પાસે હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન એ તેને હડફેટે લેતા તેનું મોત થયું હતું. જેથી આ મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે એમ.વી.એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોધ્યો છે અને તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ અકસ્માતની ઘટનામાં મોતને બેટલા યુવાનની ઓળખ થઈ શકી ન હોય પોલીસે યુવાનની ઓળખ મેળવવા માટે તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application