ગાળો બોલવાની ના પાડનાર યુવકને ગળામાં છરી ઝીંકી, રાજકોટનો બનાવ
ગાળો બોલવાની ના પાડનાર યુવકને ગળામાં છરી ઝીંકી, રાજકોટનો બનાવ
October 09, 2026 04:03 PM
આજી વસાહત પાસે કાનાભાઇના મફતીયાપરામાં રહેતાં મુળ બિહારના વિલાસ વિનોદભાઇ રાજવંશી (ઉ.વ.૨૩)ને રાત્રે સાડા અગીયારેક વાગ્યે ઘર નજીક રામદેવપીર મંદિરથી નજીકમાં બેઠો હતો ત્યારે અજાણ્યા બિહારી શખ્સે ઝઘડો કરી ગળા પર છરીનો ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
યુવક કંપનીમાં કામ કરે છે. તેના કહેવા મુજબ તે ઘર નજીક રાત્રીના સાડા અગીયારેક વાગ્યે બેઠો હતો ત્યારે અન્ય બિહારી જેવા શખ્સે દારૂ પી આવી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ગળા પર છરી ઝીંકી ભાગી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.