રાજકોટ શહેરમાં દારૂના દૂષણને નેસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્રારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદા જુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા આદેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી, તે દરમિયાન બેડી ચોકડીથી અમદાવાદ હાઈવે બ્રિજ નજીક રાધા મીરા રોડ પર એન્ડેવર કારમાં સીટ નીચે ચોરખાનામાં છુપાવેલો મોંઘી દાટ વિદેશી દારૂની બોટલ નગં ૧૯ કિંમત રૂપિયા ૭૬૦૦૦ના દારૂ સાથે પેડક રોડ મારૂતિનગરમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અને એસીપી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમા પીએસઆઇ એ એન પરમાર અને ટીમ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન અર્જુન ડવ, ગોપાલ પાટીલને મળેલ ચોક્કસ બાતમીના આધારે એન્ડેવર કાર જીજે ૦૧ કે એસ ૩૭૬૭ વાળીને અટકાવી કારની તલાસી લેતા કારની પાછળની સીટ નીચે ચોર ખાનામાં છુપાવેલો ૪૦૦૦ની કિંમતની એક બોટલ એવો ૧૯ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા ૭૬ હજારનો મળી આવતા કારના ચાલકની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં પોતાનું નામ ધવલ મનસુખભાઈ મુંડીયા ઉંમર વર્ષ ૩૫ રહે મારૂતિ નગર શેરી નંબર એક હરિઓમ પેડક રોડ કુવાડવા રોડ રાજકોટ વાળો હોવાનું તેમજ અગાઉ એક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યાનું જણાવ્યું હતું.
જેથી આવી મોંઘીદાટ દારૂની બોટલો કોણે અને કયાંથી લાવ્યો તે અંગે વધુ પૂછપરછ અર્થે આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી દારૂ તેમજ કાર સહિત કુલ ૩.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સીએચ જાદવ, પીએસઆઇ એ એન પરમાર, જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ અર્જુનભાઈ ડવ, મોહિલ રાજસિંહ ગોહિલ, ગોપાલ પાટીલ, પ્રશાંત ચુડાસમા, મયુરસિંહ જાડેજા, સહિતની ટીમ જોડાઈ હતી