BREAKING NEWS

સુરતમાં માતાના ઠપકાથી ધો. 8ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, ભાઈ-બહેન સાથે મસ્તી કરવાની ના પાડી હતી

  • September 01, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના ભેસાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં રહેતા અને મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. સામાન્ય ભાઈ-બહેનની મસ્તી અને ઝઘડા બાદ માતાના ઠપકાથી નારાજ થઈને કિશોરે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે આ બનાવથી પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે.


માતા માત્ર 15-20 મિનિટ બહાર ગયા ને બની ઘટના

મળતી વિગતો અનુસાર, ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય બાબતે રકઝક અને મસ્તી થઈ રહી હતી, જેથી માતાએ બંનેને ઠપકો આપ્યો હતો. ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય મસ્તી અને ઝઘડો થતાં માતાએ બંનેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ માતા પોતાના જરૂરી દસ્તાવેજોના કામ અર્થે ઘરની બહાર ગયા હતા. માતા પોતાના પાન કાર્ડ અને આધાર કાર્ડનું કામ પતાવીને 15થી 20 મિનિટમાં ઘરે પરત ફર્યા ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. સગીર પુત્રને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. માસૂમ પુત્રના આ અંતિમ પગલાથી સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.​​​​​​​


પરિવારની અન્ય માતા-પિતાને ખાસ અપીલ

બનાવ અંગે ભારે દુઃખ વ્યક્ત કરતાં મૃતક કિશોરના સંબંધીએ જણાવ્યું હતું કે, રોજના ક્રમ મુજબ ભાઈ-બહેન વચ્ચે થોડી ખેંચતાણ થઈ હતી જેના કારણે બહેને બંનેને વઢ્યા હતા. ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતક કિશોરના સંબંધીએ જણાવ્યું હતું કે, નોર્મલી ઘરમાં બંને ભાઈ-બહેન થોડો ઝઘડો કરતા હતા, એટલે બેને ઠપકો આપ્યો હતો.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application