રાજકોટ શહેરની ભાગોળે સાત હનુમાન પાસે રહેતા યુવકે દશેરાના દિવસે ઘરે આવી માતાજીના ધૂપ-દીપ કરી પ્રસાદીમાં દૂધ કોલ્ડ્રિંક્સ ધરાવ્યા બાદ તે પીધું હતું જેની થોડીવાર બાદ અચાનક શરીરે કેરોશીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક ઘરે મોડો આવતો હોય જે બાબતે પિતાએ ઠપકો આપતા તેનું લાગી આવવાથી પગલું ભરી લીધું હોવાનું તેની માતાએ જણાવ્યું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સાત હનુમાન પાસે ઝૂંપડામાં રહેતો નવઘણ તુષારભાઈ રાઠોડ (ઉ.વ.23)એ તા.20ના દશેરાના દિવસે ઝૂંપડે શરીરે કેરોસીન છાંટી પોતાની જાતે દીવાસળી ચાંપી દઈ સળગી જતા પરિવારજનો તેમજ આસપાસમન લોકો દોડી ગયા હતા અને બચાવવાનો પ્રયાસ કરી 108ને જાણ કરી હતી. યુવકને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યાંથી સિવિલમાં ખસેડાતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.
યુવક ફેકટરીમાં મજૂરી કામ કરે છે. ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટો છે. કેટલાક દિવસથી ઘરે આવવામાં મોડું થતું હોય દશેરાના દિવસે પણ ઘરે આવવામાં મોડું થયું હતું. ઘરે આવી માતાજીને ધૂપ દીપ કરી દૂધ કોલ્ડ્રીંક્સની પ્રસાદી ધરાવી હતી જે પ્રસાદી પીધા બાદ તેના પિતાએ ઘરે મોડું આવવા બાબતે ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વધુ તપાસ કુવાડવા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application