રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ આલાપ ગ્રીન સીટી નજીક શ્રીનાથજી ડુપ્લેક્સ બ્લોકમાં રહેતા અને કબુતરને ચણ નાખવાનો વ્યવસાય કરતા યુવક ને લગ્ન કરવાના હોય દલાલ હસ્તક નાગપુરની કુવારી યુવતી બતાવી બે લાખમાં લગ્ન કરાવ્યા બાદ યુવતીના પતિ, દીકરી અને બહેન બનેવી નાગપુર પોલીસ સાથે રાજકોટ આવતા યુવતી પરણિત હોવાનું સામે આવતા યુવકે પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના રૈયા રોડ આલાપ ગ્રીન સીટીની બાજુમા શાંતીનીકેતન રેસીડેન્સી પાસે રૈયા રોડ શ્રીનાથજી ડુપ્લેક્સ બ્લોક નંબર 4 માં રહેતા ભાવિક પંકજભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ 31 વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાવિક ત્રિવેદી કબુતરના ચણ વેચવાનુ કામ કરતો હોવાનું અને બે ભાઈઓમાં નાનો હોવાનું તેમજ માતા પ્રતિભાબેન ભાવિકના લગ્ન બાબતે કન્યાની શોધખોળ કરતા હતા તે દરમિયાન કાનાભાઈ છગનભાઇ લોહાણાએ પોતાના ઓળખીતામાં એક કન્યા છે જો તમારા દિકરાને લગ્ન કરવા હોય તો પ્રકાશભાઈ જૈન રહે નાગપુર વાળા પાસે કન્યા છે હુ તમને બતાવુ તેવી વાત ડિસેમ્બર મહીનામાં કાનાભાઈ છગનભાઇ ઠકકરે તેના મોબાઇલ માથી છોકરીના ફોટા, આધાર કાર્ડ તથા લીવીંગ સર્ટી મોકલેલ હતા.
તે ફોટો પોતે તેના મમ્મીએ, મોટાભાઈ કેયુર તથા મામા રાકેશભાઈ મુગટલાલ ત્રીવેદીને બતાવેલ જેથી અમો ચારેય આ છોકરી ફોટામા પસંદ કરેલ અને લગ્નની હા પાડેલ જેથી આ કાનાભાઈ ઠકકરે આ છોકરી વાળાને તા-૨૯/૧૨/૨૦૨૫ના રોજ રાજકોટ બોલાવેલ અને અશોક ગેસ્ટ હાઉસ બસ સ્ટેંડ પાસે બોલાવેલ જેથી મમ્મી તથા મામા રાકેશભાઈ ગયેલ અને વાત નકકી કરેલ હતી.
તા-૩૦/૧૨/૨૫૨૫ના રોજ કન્યા લક્ષ્મીબેન અશ્વીનભાઈ તીરપુડે રહે. નાગપુર રાજીવનગર જરીપટકા તથા દલાલ તરીકે પ્રકાશ જૈન તથા ડોલી ઉર્ફે તનવી માલી રહે નાગપુર તથા એક અજાણ્યો માણસ જે ડોલીના પતિ તરીકે ઓળખ આપેલ આ બધા સાથે વાતચીત થયેલ અને ૩૧/૧૨/૨૦૨૫ના વકીલ પાસે રજી સ્ટ્રેશન કરાવી લગ્ન નોંધણી માટેના કાગળો તૈયાર કરી રજીસ્ટાર મેરેજ નોંધણી કાલાવડ તાલુકાના નાગપુર ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી પાસે લગ્ન નોંધણી નંબર ૧૦/૨૬૨૬થી કરાવેલ હતી.
આ દરમયાન આ પત્ની લક્ષ્મી અને ફરિયાદી પતી પત્નિ તરીકે જોડાયેલ પરંતુ ભાવેશને હિન્દુ રીવાજ મુજબ લગ્ન કરવાના હોય જેથી આગામી ૨૬/૦૧/૨૦૨૬ના રોજ લગ્ન કરવાનુ નકકી કરેલ અને આ લગ્ન સબંધે બે લાખ નકકી કરેલા જેમાથી એક લાખ પચાસ હજાર કાનભાઇના હાથમા આપેલ અને આ કાનાભાઇએ તે દોઢ લાખ રુપીયા પ્રકાશ જૈનને આપેલા આ રુપીયા અશોક ગેસ્ટ હાઉસ ખાતે આપેલ હતા.
પરંતુ પત્નિ ઉપર શંકા જાતા અને તે તેના મોબાઇલ ઉપર મરાઠી ભાષામા વાત કરતી હોય જેથી તેના મોબાઇલના રેકોડીંગ ઉપરથી મરાઠી ભાષાનુ ગુજરાતીમાં જાણતા પત્નિ તેના કોઇ મળતીયા સાથે વાત કરતી હોય અને ઘરમાથી જે મળે તે લઇ થોડા દિવસમા નીકળી જઈશ તેવી હકીકત જાણવા મળતા પોલીસમા માતાએ અરજી આપેલ હતી અને અમે આ મારી પત્નિ કોઇક અજુગતુ કામ કરશે તેવી શંકા હોય અને લગ્ન સમયે તે કુવારી હોવાનુ અમોને પુરતી વિશ્વાસથી વાત કરેલ હતી.
જેથી વિશ્વાસ કરેલ અને હિંદુ વીધી મુજબ લગ્ન થાય પછી પચાસ હજાર દેવાના હતા ૨૬/૦૧/૨૦૨૬ના રોજ હિંદુ વીધીથી લગ્ન કરેલ અને મારી સાથે પત્નિ તરીકે સારી રીતે રહેવા લાગેલ અને આ દર મયાન ગઇ તા-૧/૦૨/૨૦૨૬ના રોજ રાત્રીના આઠેક વાગ્યે ભાવેશ તથા લક્ષ્મીને પોલીસ સ્ટેશન બોલાવતા ત્યાં નાગપુર પોલીસ મળેલ અને પોલીસની હાજરીમા હકીકત જાણવા મળેલ કે પોલીસ સાથે લક્ષ્મીનો પતી અશ્વીન સુનીલ તીરપુડે તથા તેની દિકરી તથા તેનો ભાઇ તથા તેની બહેન શાંતા તથા તેના બનેવી હોવાની વાસ્તવી ક હકીકત બહાર આવેલ, હતું.
પત્નિ લક્ષ્મીએ પોતાના અગાઉ લગ્ન થયેલા હોવા છતા તેના પતી અને બાળકો નથી તેવી હકીકત છુપાવી લગ્ન કરી છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા દલાલ સહિત પાંચ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.