ખંભાળીયા: પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને દમણથી પકડી લેતી દ્વારકા એલસીબી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એચ.જોષી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમના માણસો સાથે ઉપરોક્ત બાબતે ટેકનીકલ લેવલે તેમજ હ્યુમન સોર્સીસથી વર્કઆઉટમાં હતા.
પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઈ. અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ, જગદિશભાઇ કરમુર, કુલદિપસિંહ જાડેજા તથા હેડ કોન્સ. લાખાભાઇ પીંડારીયા, વિશ્વદિપસિંહ જાડેજા નાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ-અલગ ગુનાઓમાં જિલ્લા બહારના તથા મહારાષ્ટ્ર રાજ્યના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે તપાસમાં ગયેલ. દરમ્યાન એએસઆઈ કુલદિપસિંહ જાડેજા, જગદિશભાઇ કરમુરનાઓને મળેલ ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે દ્વારકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૦૪૯/૨૦૨૦ પ્રોહી કલમ ૬પ(એ)(ઇ), ૧૧૬(બી),૮૧ મુજબના ગુનાના કામેના નાસતા ફરતા આરોપી વાસુદેવ ઉર્ફે સર્વેશ ઉર્ફે રાજેશ ધીરજલાલ તીવારી ઉ.વ.૩૭ ધંધો મજુરીકામ રહે. હાલ દમણ મુળ રહે. કરતલાપુર ગામ જિ.જાલોન રાજ્ય ઉતરપ્રદેશને હકિકત આધારે દમણ ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.