BREAKING NEWS

જામનગર: ઇન્સ્યુરન્સ કંપનીએ આગમાં સળગી જવાથી ટોટલ લોસ થયેલી કારની રકમ ખર્ચ-વ્યાજ સહીત ચૂકવી આપવા હુકમ

  • August 26, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઇન્સ્યુરન્સ કંપનીએ આગમાં સળગી જવાથી ટોટલ લોસ થયેલી કારની રકમ ખર્ચ-વ્યાજ સહીત ચૂકવી આપવા હુકમ

ફરિયાદી નારણભાઈ રામભાઈ નંદાની માલિકીની મારૂતિ સુઝુકી કંપનીની મોટર કાર અર્ટિગા જેના રજીસ્ટ્રેશન નં.જીજે-૧૦-ટીએક્સ-૮૦૨૪ થી ધરાવીએ છીએ. સદરહુ કારનો વિમો શ્રીરામ જનરલ ઇન્યું. કંપનીનો રૂ.૨૫,૪૬૭ નું પ્રીમીયમ ભરપાઈ કરી પોલીસી મેળવેલ છે. જેની પોલીસી મુજબની આઈ.ડી.વી. વેલ્યુ રૂ.૭,૩૭,૦૦૦ ની છે. સદરહુ પોલીસી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ છે. પોલીસીના સમયગાળા દરમ્યાન ફરિયાદીના ડ્રાઈવર ભરતગીરી જમનગીરી ગૌસ્વામી કાર લઈને તેઓના ઘરે ગાંધીનગર જતા હતા ત્યારે મચ્છસ્નગર બળિયા હનુમાનજીના મંદિર પાસે પહોચતા કારમાં આગળના બોનેટના ભાગે અચાનક ધુંવાના નીકળવા લાગેલ અને કારમાં એન્જીનના ભાગે આગ લાગી ગયેલ ડ્રાઈવર તેમજ આજુબાજુમાં રહેલ લોકો દ્વારા પાણીથી આગ બુઝાવવા પ્રયત્ન કરેલો પરંતુ થોડીજ વારમાં આખી ગાડીમાં ભયંકર આગ લાગી ગયેલ અને ફરિયાદીના ડ્રાઇવરએ આગ કાબુમાં લેવાની કોશીશ કરેલ પરંતુ આગ વધી ગયેલ હોય કાબુમાં આવેલ નહી અને ગાડી ટોટલ સળગી ગયેલ હતી. ત્યારબાદ તુરંત જ ડ્રાઈવરએ સીટી બી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ ત્યારબાદ વીમા કંપનીનાના વીમા કંપની સમક્ષ જરૂરી તમામ દસ્તાવેજો સાથે ક્લેઈમ ફોર્મ ભરી કલેઈમ નોંધાવેલ છે.સદર અકસ્માત બાદ ફરિયાદીએ મોટર કાર ક્રિષ્ના મોટર ગેરેજ - ઠેબા ચોકડી ખાતે લઇ ગયેલા અને ત્યારબાદ વીમા કંપની દ્વારા તેઓના સર્વેયર એમ.એ.ગાંધી દ્વારા ગાડીનો સર્વે રીપોર્ટ પણ કરાવવામાં આવેલો. પરંતુ ત્યારબાદ વીમા કંપની દ્વારા ફરિયાદીનો ક્લેઈમ ક્લોઝ કરેલ છે.

જેથી ફરિયાદી દ્વારા ધ ક્નઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ૨૦૧૯ હેઠળ જામનગરની જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ સેવાકીય ખામી અંગેની ફરિયાદ દાખલ કરેલ. જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ મારફત લેખિત - મૌખિક દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ સ્ટેટ કમીશન, નેશનલ કમીશન તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલ ગ્રાહકની તરફેણના ચુકાદો રજુ કરવામાં આવેલ જે ચુકાદોને માન્ય રાખી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન-જામનગરના પ્રમુખ પી.સી.રાવલ તથા મેમ્બર જયશ્રીબેન મકવાણા દ્વારા ફરિયાદીની ફરિયાદ ખર્ચ સહીત મંજુર કરતો હુકમ કરવામાં આવેલ છે. 

જે હુકમ મુજબ વીમા કંપની વીમા કંપનીએ ફરિયાદીને રૂમ.૫,૫૨,૭૫૦ ની રકમ ફરિયાદની તારીખથી વસુલ આપ્યા સુધી ૯% વ્યાજ સહીત સાથે માનસિક દુ:ખ-ત્રાસના તેમજ ફરિયાદ ખર્ચના રૂ.૫,૦૦૦ એક માસમાં ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે જામનગરના યુવા એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતાએ ફરિયાદીને ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application