BREAKING NEWS

જામનગરમાં માટીના કારીગર દ્વારા સ્વચ્છતા મામલે નવતર અભિગમ...

  • October 28, 2026 10:50 AM 

જામનગરમાં માટીના કારીગર દ્વારા સ્વચ્છતા મામલે નવતર અભિગમ...


જામનગરમાં સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા માટીના કારીગરે અનોખી પહેલ હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળામાં માટીના કારીગર અતુલ પ્રજાપતિ દ્વારા લોકોને પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

આ પહેલ અંતર્ગત કોઈપણ વ્યક્તિ એક કિલો પ્લાસ્ટિકની થેલીઓનો કચરો પોતાના સ્ટોલ પર લાવે તો તેના બદલામાં તેને માટીમાંથી બનાવેલી સુંદર અને આકર્ષક કલાત્મક વસ્તુ વિનામૂલ્યે ભેટ આપવામાં આવે છે. આ રીતે કારીગર દ્વારા સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાની સાથે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આપણે જેમ પોતાનું આંગણું સ્વચ્છ રાખીએ છીએ, તેમ આપણું શહેર સ્વચ્છ રાખવું પણ આપણી ફરજ છે. શહેરમાં ઠેર ઠેર પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ અને અન્ય કચરો વેરવિખેર જોવા મળતો હોય છે. ત્યારે આ કચરાને એકત્રિત કરી તેના બદલામાં માટીની વસ્તુ ભેટ આપવાનો આ અભિગમ લોકોને સ્વચ્છતા તરફ પ્રેરિત કરી રહ્યો છે.

સ્વદેશી મેળામાં આવતા લોકો પણ આ પહેલની જાણકારી મળ્યા બાદ બીજી મુલાકાત દરમિયાન પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાંથી એકત્રિત કરેલો પ્લાસ્ટિકનો કચરો લઈને આવી રહ્યા છે. કચરો આપીને માટીની કલાત્મક વસ્તુ ભેટમાં મેળવવાની સાથે તેઓ સ્વચ્છતાનો સંદેશ પણ પોતાના જીવનમાં અપનાવી રહ્યા છે.
​​​​​​​

આમ, જામનગરના માટીના કારીગરની આ પહેલ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી કળાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application