BREAKING NEWS

મારા લગ્ન કેમ કરાવી દેતી નથી? તેમ કહી રાજકોટમાં કપાતર પુત્રએ માતાને ઢીકા પાટુનો માર માર્યો

  • October 22, 2026 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતા અને ગંભીર રોગથી પીડાતા મહિલાને તેના પુત્રે શંકા-કુશંકાઓ કરી તેમજ મારા લગ્ન કેમ કરી દેતી નથી? તેમ કહી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે માતાએ સગા પુત્ર સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, હાલ જેતપુર પાસેના એક ગામમાં રહેતા અને મૂળ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસેના વિસ્તારના વતની 41 વર્ષીય મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સગા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગંભીર રોગથી તેમના પતિનું સાત વર્ષ પૂર્વે અવસાન થયું છે અને મહિલાને પણ ગંભીર રોગ છે. આજથી છ મહિના પૂર્વે પુત્ર તેમના પર શંકા કરી બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી તેઓ તેના નાના પુત્રને લઈ માવતરના ઘરે રહેવા જતા રહ્યા હતા દરમિયાન માવતરપક્ષે સમજાવતા ફરી અહીં રાજકોટ એક મહિના પૂર્વે પુત્રના ઘરે રહેવા આવ્યા હતા.


દરમિયાન રાત્રિના દસેક વાગ્યે પુત્ર કહેવા લાગ્યો હતો કે, તારે અન્ય પુરુષ સાથે સંબંધ છે તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો બાદમાં કહેતો હતો કે, તું મારા લગ્ન કેમ કરી દેતી નથી? તેમ કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં પુત્રએ જો આવાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે મહિલાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application