જામનગર: લહેર તળાવમાંથી નર્સિંગની વિધાર્થીનીનો મૃતદેહ મળ્યો
પરિવારજનો સહિતમાં શોકની લાગણી : આપઘાત કર્યાનું તારણ
જામનગર નજીક નાઘેડી પાસે આવેલા લહેર તળાવમાં ગઇકાલે બપોર બાદ એક યુવતિનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઇ જવા પામી હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી.નર્સિંગમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી યુવતિએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ લગાવીને તપાસ લંબાવી હતી.
જામનગરની સરકારી નર્સિંગની છાત્રા અહીં હોસ્ટેલમાં રહેતી વનીતાબેન દેથરીયા (ઉ.વ.૨૪) ગઇકાલે સવારે હોસ્ટેલથી નીકળી ગઇ હતી અને બપોર બાદ લહેર તળાવના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, મૃતદેહને બહાર કરાઢી પોલીસને સોપ્યો હતો, આ બનાવ અંગે પંચ-બીના એેએસઆઇ યુવરાજસિંહ સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.
પીએમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી અને મૃતકના પરિવારને આ બાબતે જાણ કરવામાં આવી હતી દરમ્યાન મૃતદેહને કલ્યાણપુર વતનમાં લઇ જવામાં આવ્યો હતો. નર્સિંગની છાત્રાના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.