BREAKING NEWS

ગીર-સોમનાથ જિલ્લાના ભરપોષણના કેસના પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી

  • September 01, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર-સોમનાથ જિલ્લાના ભરપોષણના કેસના પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલમાં પેરોલ-ફર્લો, વચ્ચગાળા જામીન મુક્ત થઇ ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા અંગે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એચ.જોષી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમના માણસો સાથે ઉપરોક્ત બાબતે વર્કઆઉટમાં હતા.

દરમ્યાન એ.એસ.આઇ. જગદિશભાઇ કરમુર, કુલદિપસિંહ જાડેજા તથા હેડ કોન્સ. પીઠાભાઇ ગોજીયા નાઓને મળેલ બાતમી હકીકત મળેલ કે, નામદાર એડી. ચીફ જ્યુડી.મેજી.કોર્ટ વેરાવળ જિ.ગીર સોમનાથના સી.આર.પી.સી. કલમ ૧૨૫ મુજબ ભરણ પોષણના કેસમાં સજા પામેલ કેદી જાવીદ જુસબ પટેલીયા(દ્વારકા) રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપર મુક્ત થઇ સમયસર હાજર નહિ થઇ પેરોલ જમ્પ થયેલ છે અને હાલ તે દ્વારકા ખાતે હોવાની હકિકત આધારે દ્વારકા ખાતેથી પકડી પાડી એ.એસ.આઇ. જગદિશભાઇ કરમુર નાઓએ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આગળની સજા ભોગવવા માટે મોકલી આપવા તજવીજ કરી દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ સમગ્ર કાર્યવાહી એલાઈબી ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.જોષી, પીએસઆઇ બી.એમ.દેવમુરારી, એમ.આર.સવસેટા, એસ.વી.કાંબલીયા એએસઆઈ જગદિશભાઇ કરમુર, ફુલદિપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ ગોજીયા ગોવિંદભાઇ કરમુર, ખીમાણંદભાઇ આંબલીયા, મુકેશભાઇ કેશરીયાઓ જોડાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application