ધારીમાં રસ્તામાં આડે પડેલી બાઈક હટાવવા પ્રશ્ને પડોશી વચ્ચે માથાકૂટ: બે ને ઇજા

  • May 02, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધારીમાં જુના સિનેમા રોડ પર જુના વાસમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા નીતિનભાઈ રામજીભાઈ ગોહિલ (ઉ.વ.33)નો યુવક સાંજે ઘરે હતો ત્યારે પડોશી રવિ પ્રેમજીભાઈ દાફડા પોતાની ફોરવ્હીલ લઈને શેરીમાંથી નીકળો હતો દરમિયાન યુવકનું મોટર સાઇકલ રસ્તામાં પડ્યું હતું જે રવિભાઈના છોકરાએ સાઈડમાં મુકવાની બદલે ઢસડી બીજી શેરીમાં મૂકીને જતો રહ્યો હતો આથી યુવકે કાર ચાલક રવીને કહ્યું હતું કે, મોટરસાઇકલ છેક બીજી બજારમાં મૂક્યું તેને વ્યવસ્થિત મુકો તો તમને શું વાંધો છે, આમ કહેતા રવિ દાફડા ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગતા તેને યુવકે ગાળો આપવાની ના પાડતા ઝગડો કરવા લાગ્યો હતો. જે જોઈ તેનો ભાઈ ભરત પ્રેમજીભાઈ દાફડા, ભરતનો પુત્ર વીરુ, લાલો અને ભાયા ખીમાભાઇ દાફડા બધા એક સંપ કરી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા. દેકારો થતા યુવકના પિતા રામજીભાઈ, માતા રંજનબેન અને ભાઈ નિલેશ દોડી આવ્યા હતા એટલામાં રવિના પરિવારજનો ઘસી આવી ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા અને યુવક તેના પિતા અને ભાઈને ઈંટના ઘા માર્યા હતા. જતા જતા ધમકી આપી હતી કે, હવે બહાર મળીશ તો જાનથી મારી નાખીસ. યુવક, તેના પિતા અને ભાઈને ઇજા થતા 108 મારફતે ધારી સરકારી હોસ્પિટલએ ખસેડાયા હતા.

બનાવના પગલે નીતિન ગોહિલની ફરિયાદ પરથી ધારી પોલીસે રવિ પ્રેમજીભાઇ દાફડા, ભરત પ્રેમજીભાઇ દાફડા, વીરૂ ભરતભાઇ દાફડા, ભાયા ખીમાભાઇ દાફડા, લાલો ભરતભાઇ દાફડા સામે ગુનો નોંધ્યો છે.

જયારે વળતી ફરિયાદમાં રવિભાઇ પ્રેમજીભાઇ દાફડા (ઉ.વ.૪૦)નાએ નિતીન રામજીભાઇ ગોહીલ તેના ભાઈ અનિલ અને પિતા રામજીભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ધારી ગામમાં જતા હોય તે વખતે નીતિનના ઘર પાસે પહોચતા ત્યાં નીતિનની મોટર સાઇકલ રસ્તામાં વચ્ચે પડેલ હોય જે મોટર સાઇકલ પુત્ર યોગીએ રસ્તા વચ્ચેથી લેવડાવતા મને નીતિન તેના ભાઈ અનિલએ ઘર સુધી ઢસડી લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો અને તેના પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application