જામનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા ૩૮૭ દુકાનદારો પાસેથી રૂ.૨.૨૯ લાખના દંડની વસૂલાત
૨૧૦૦ દુકાનધારકો, કોર્મશીયલ એકમોને નોટીસ ફટકારતી મહાનગરપાલીકા
જામનગરમાં જાહેરમાં ગંદકી ફેલાવતા ૩૮૭ દુકાનદારો પાસેથી રૂ.૨.૨૯ લાખના દંડની વસૂલાત મનપા દ્વારા કરવામાં આવી છે. ૨૧૦૦ દુકાનદારો અને કોર્મશીયલ એકમોને નોટીસ પણ ફટકારવામાં આવી છે.
શહેરમાં કોર્મશીયલ એકમો દ્વારા પોતના ધંધા, એકમો, દુકાનોની આસપાસ સ્વચ્છતા જાળવતા ન હોય, દુકાનો પાસે ડસ્ટબીન રાખતા ન હોય કે રાત્રીના બંધ કર્યા બાદ જાહેરમાં કચરાનો નિકાલ કરતા હોય ન્યુસન્સ ફેલાવતા આસામીઓ અને ધંધાર્થીઓ સામે પગલાં લેવા મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ ખાસ સૂચના આપી છે. જે અંતર્ગત મનપાની સંબધિત શાખા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન શહેરના ૨૧૦૦ જેટલા દુકાનદારો અને કોર્મશીયલ એકમોને ન્યુસન્સ એટલે કે ગંદકી ફેલાવવા સબ નોટીસો ઇસ્યુ કરવામાં આવી છે.
તદઉપરાંત દુકાનદારો અને આસામીઓને સ્વચ્છતા જાળવવા, કચરાનો જાહેરમાં નિકાલ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત્ ૩૮૭ દુકાનદારો કે જેઓ જાહેરમાં ગંકદી ફેલાવતા હોય તેઓ પાસેથી કુલ રૂ.૨.૨૯ લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. આટલું જ નહીં વારંવાર ગંદકી કરનાર દુકાનદારો સામે વધુ કડક કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.