જોડિયા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય તેમજ જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ વશરામભાઇ મકવાણાના ૧૬ વર્ષીય પુત્ર પોન્ટીંગભાઈ રાજેશભાઈ મકવાણાનું ગઈકાલે સાંજના સમયે અચાનક શ્વાસ બેસી જતાં દુઃખદ અવસાન થયું છે. તેઓ નાનપણથી થોડીક શ્વાસની તકલીફ હતી તેમનું ગઈકાલે સાંજે દુઃખદ અવસાન થયું છે. આશરે ૧૬ વર્ષની નાની વયે પુત્રના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, તેમજ સમગ્ર જોડિયા પંથક સહિત જામનગર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. દિવંગતની સ્મશાનયાત્રા આજે યોજાશે. ઉત્તરક્રિયા સહિતની તમામ ધાર્મિક વિધિઓ તેમના નિવાસસ્થાને નેસડા ગામે રાખવામાં આવી છે.