જામનગરમાં પર્યુષણ પર્વની ભક્તિમય ઉજવણી, દેરાસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું
જામનગરમાં પર્યુષણ પર્વની ભક્તિમય ઉજવણી, દેરાસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું
September 10, 2026 09:57 AM
જામનગરમાં પર્યુષણ પર્વની ભક્તિમય ઉજવણી, દેરાસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું
જામનગરમાં પવિત્ર પર્યુષણ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પર્યુષણ પર્વના બીજા દિવસે ઓશવાળ કોલોની-2 ખાતે આવેલ શ્રી ઓશવાળ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેરાસર ખાતે ભગવાનની ભવ્ય આંગી કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર દેરાસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભવ્ય શણગાર અને રોશનીથી દેરાસરનું વાતાવરણ વધુ મનમોહક બની ગયું હતું.
આ પ્રસંગે જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિના સમયે ભક્તિભાવપૂર્ણ ભાવના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકોએ ભક્તિરસમાં લીન થઈ પર્યુષણ પર્વની આરાધના કરી હતી. પર્યુષણ પર્વના પાવન દિવસોમાં જૈન સમાજમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને આરાધનાનો માહોલ જોવા મળી રહ્યો છે.