જામનગર: કાલાવડ, ધ્રોલ જોડીયામા સિંચાઈનું પાણી અને ઘાસચારા મામલે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની થોકબંધ રજૂઆત
જામનગર: કાલાવડ, ધ્રોલ જોડીયામા સિંચાઈનું પાણી અને ઘાસચારા મામલે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની થોકબંધ રજૂઆત
September 10, 2026 10:25 AM
જામનગર: કાલાવડ, ધ્રોલ જોડીયામા સિંચાઈનું પાણી અને ઘાસચારા મામલે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની થોકબંધ રજૂઆત
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સાથે અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લામાં પાણી અને ઘાસચારાની પરિસ્થિતિ અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નાગરિકો તથા પશુધનને અગવડ ન પડે તે માટે આગોતરા આયોજન અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ કાલાવડ, ધ્રોલ અને જોડિયા વિસ્તારમાં સિંચાઈના પાણીની જરૂરિયાત અંગે લેખિતમાં વિગતવાર રજૂઆતો કરી હતી. ખેડૂતોના પાકને બચાવવા માટે આગામી ૧૦ દિવસ સુધી સૌની યોજના મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવા ગાંધીનગરના ચીફ એન્જિનિયર (સિંચાઈ) તથા સ્થાનિક અધિકારીઓને સ્થળ પર જ જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા.
કાલાવડ અને ધ્રોલ નગરપાલિકા વિસ્તારના દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં અને નિયમિતપણે પીવાનું પાણી મળી રહે તે માટે પીવાના પાણીની પુરવઠા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી,ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની કોઈ અછત ન સર્જાય તે માટે તંત્રને સુદૃઢ અને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના અપાઈ હતી,આ બેઠકમાં જામનગર જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.