જામનગર શહેરમાં મહેસૂલી તલાટીઓની ફરજ અને કામગીરી માટે નવું સમયપત્રક જાહેર
નક્કી કરાયેલા દિવસોએ મામલતદાર કચેરી, જામનગર શહેર ખાતે ફરજ બજાવશે મહેસૂલી તલાટીઓ
પ્રાંત અધિકારી જામનગર શહેરની કચેરી દ્વારા મહેસૂલી તલાટીઓની સેજા/ટીકા મુજબની ફરજ તથા કચેરી ખાતે હાજરીનું સમયપત્રક અંગે હુકમ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો હેતુ જામનગર શહેરમાં આવતા સેજા/ટીકાના કામકાજનું સુચારૂ સંચાલન તથા અરજદારોને સંબંધિત મહેસૂલી તલાટીની સેવા સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
જામનગર શહેરમાં આવતા સેજા/ટીકામાં ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓના ફરજના દિવસો અને બેસવાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.
નક્કી કરાયેલા સમયપત્રક મુજબ સંબંધિત મહેસૂલી તલાટીઓ મામલતદાર કચેરી, જામનગર શહેર ખાતે કચેરી કામકાજના તમામ દિવસોમાં હેડ ક્વાર્ટર ખાતે હાજર રહી ફરજ બજાવશે.
મહેસૂલી તલાટીઓની વિગતો જેમાં વિજય મુળજી વાઘ મો. ૭૦૯૬૭૦૩૫૮૫, બિનખેતી ટીકા નં. ૩/એ/૬ સર્વે નંબર ૯૫૮ થી ૧૨૫૭, નયપાલસિંહ કરણસિંહ જાડેજા મો. ૯૫૯૩૨૮૮૮૮૮ બિનખેતી ટીકા નં. ૩/બી/૭, સર્વે નંબર ૬૫૮ થી ૯૫૭, ક્રિષ્ના અજીતભાઈ સુરુ મો. ૭૯૮૪૨૨૨૫૦૪ બિનખેતી ટીકા નં. ૪/૮ સર્વે નંબર ૧૨૫૮ થી ૧૫૩૦, નરેન્દ્રસિંહ અલ્કેશજી વાઘેલા મો.૮૪૬૯૫૯૫૯૫૬ બિનખેતી ટીકા નં. ૪/૫ તથા ખેતી ટીકા નં.૪ સર્વે નંબર ૩૦૧ થી ૪૦૦ તથા ૧૨૫૯ થી ૧૫૩૦, કિશનભાઈ મુકેશભાઈ કારેલિયા મો. ૯૫૭૪૩૬૫૫૭૮ બિનખેતી ટીકા નં. ૧/૨ સર્વે નંબર ૧૦૧ થી ૨૦૦, સાગરકુમાર રાજેન્દ્રભાઈ ત્રિવેદી મો.૯૪૨૮૧૯૧૦૦૪, બિનખેતી ટીકા નં. ૧/૧ સર્વે નંબર ૧ થી ૧૦૦તથા નવાગામ ઘેડ, સોનલબા નરહરદાન ગઢવી મો. ૭૯૮૪૧૭૨૨૯૯ બિનખેતી ટીકા નં. ૪/૫/૨, સર્વે નંબર ૪૦૧ થી ૬૫૭, ચાંદની નરેનભાઈ હિરાણી મો.૭૩૫૯૯૫૯૯૩૫ ખેતી ટીકા નં. ૩(બી) સર્વે નંબર ૬૫૮ થી ૯૫૭, કરણ જગદીશકુમાર જાગિયાણી મો.૯૬૦૧૩૧૩૭૮૯, ખેતી ટીકા નં. ૧ સર્વે નંબર ૧ થી ૩૦૧ તથા બેડી, પ્રિયંકાબા પ્રદીપસિંહ સોઢા મો.૯૮૯૮૯૨૫૧૭૫ ખેતી ટીકા નં. ૩-એ સર્વે નંબર ૯૫૮ થી ૧૨૫૮, દિલીપ વિનુભાઈ વીરડા મો.૮૦૦૦૦૮૮૫૫૮ખેતી ટીકા નં. ૨ તથા બિનખેતી ટીકા નં. ૧/૩ સર્વે નંબર ૩૦૨ થી ૬૫૭ તથા ૨૦૧ થી ૩૦૦ આ તમામ મહેસૂલી તલાટીઓ મામલતદાર કચેરી, જામનગર શહેર ખાતે કચેરીના કામકાજના તમામ દિવસો દરમિયાન ફરજ બજાવશે. તેમ મામલતદાર જામનગર શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.