જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામે પીવાના પાણી માટે વલખા: નળ સે જળ યોજના માત્ર કાગળ પર?
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામે પીવાના પાણી માટે વલખા: નળ સે જળ યોજના માત્ર કાગળ પર?
September 10, 2026 11:14 AM
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામે પીવાના પાણી માટે વલખા: નળ સે જળ યોજના માત્ર કાગળ પર?
ટાંકા પર લાઈનો લગાવી પાણી ભરવા મજબૂર બનેલા ગ્રામજનો, મહિલાઓને વાડી સુધી જવું પડે છે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે.
ગ્રામજનોએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે, ગામમાં 6 થી 7 દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે. ક્યારેક તો 8 થી 10 દિવસ સુધી પાણી આવતું નથી. ગામમાં 2-3 જગ્યાએ પાણીના ટાંકા મુકવામાં આવ્યા છે, જેમાં પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી આવે છે. ગામલોકો ત્યાંથી પાણી ભરીને ઘરે લઈ જવા મજબૂર છે, પરંતુ તે પાણી પણ સમયસર આવતું નથી.
ગામલોકોનું કહેવું છે કે, સરકારની મહત્વકાંક્ષી 'નળ સે જળ' યોજના હેઠળ ઘરે ઘરે નળ તો લાગી ગયા છે, પરંતુ આજદિન સુધી નળમાં પાણી આવતું ક્યારેય જોયું નથી. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે આ યોજના ખરેખર ક્યાં લાગુ પડે છે?
પાણીની અછતને કારણે મહિલાઓને વાડી વિસ્તારમાં પાણી ભરવા જવું પડે છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.