જામનગર: હૃદય સમ્રાટ બાબા હરદેવ સિંહજીને અર્પિત સમર્પણ દિવસ
જામનગર સહિત વિશ્વભર માં નિરંકારી શ્રદ્ધાળુ ભક્તો એ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
જ્યારે કોઈ મહાન આત્માનું જીવન સંપૂર્ણપણે માનવતાના કલ્યાણ માટે સમર્પિત થઈ જાય છે, ત્યારે તેની સ્મૃતિઓ માત્ર ઇતિહાસનું અધ્યાય નથી રહેતી, પરંતુ યુગો-યુગો સુધી જનમાનસ માટે પ્રેરણાનો દિવ્ય સ્ત્રોત બની જાય છે.
એવા જ માનવતા, પ્રેમ, વિનમ્રતા અને આધ્યાત્મિક જાગૃતિના અદ્વિતીય પ્રતીક યુગદ્રષ્ટા બાબા હરદેવ સિંહ જીની પાવન સ્મૃતિને સમર્પિત સમર્પણ દિવસનું ભાવપૂર્ણ આયોજન સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને શ્રદ્ધેય નિરંકારી રાજપિતા જીના સાન્નિધ્યમાં બુધવાર, ૧૩ મે ૨૦૨૬ના રોજ સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર સાંજે ૫:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી આયોજિત કરવામાં આવેલ ત્યારબાદ શ્રદ્ધાળુઓ સત્ગુરુ માતા જીના આશીર્વચનો શ્રવણ કર્યા.
આ વિશાળ સંત સમાગમમાં દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ, ભક્તગણ અને માનવતા પ્રેમીઓ શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણના પુષ્પ અર્પિત કરશે. આ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિરંકારી મિશનની અધિકૃત વેબસાઇટ પર કરવામાં આવેલ, જેનો લાભ વિશ્વભરના શ્રદ્ધાળુઓ એ શ્રવણ કર્યા.
જામનગર માં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન માં ઉપસ્થિત સેંકડો શ્રદ્ધાળુઓ એ હૃદય સમ્રાટ બાબા હરદેવ સિંહજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.
બાબા હરદેવ સિંહજી માત્ર સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક ગુરુ જ નહોતા, પરંતુ તેઓ પ્રેમ, કરુણા, સહજતા અને માનવીય સંવેદનાઓના સજીવ આત્મિક મિત્ર હતા. તેમની મધુર મુસ્કાન, વિનમ્ર વ્યક્તિત્વ અને દિવ્ય વાણીએ અસંખ્ય હૃદયોને આત્મિક શાંતિનો અનુભવ કરાવ્યો. તેમણે માનવ જીવનને આત્મજ્ઞાનથી આલોકિત કરીને આ સંદેશ આપ્યો કે સાચું જીવન તે છે જે પ્રેમ, સેવા, સહઅસ્તિત્વ અને સમર્પણથી પરિપૂર્ણ હોય.
તેમના દિવ્ય નેતૃત્વમાં સંત નિરંકારી મિશને સમાજ સેવાને આધ્યાત્મિકતાનો અભિન્ન અંગ બનાવીને રક્તદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને યુવાનોની ઊર્જાને આધ્યાત્મિક દિશા આપવા જેવા અનેક લોક કલ્યાણકારી કાર્યો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તનની શક્તિશાળી ધારા વહેવડાવી. બાબા જીનો દૃષ્ટિકોણ સ્પષ્ટ હતો કે ઈશ્વરની સાચી ભક્તિ માનવ સેવાના માધ્યમથી જ સાર્થક થાય છે.
લગભગ ૩૬ વર્ષ સુધી મિશનનું નેતૃત્વ કરતાં બાબા હરદેવ સિંહજીએ તેને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું. આજે સંત નિરંકારી મિશન ૬૭થી વધુ દેશોમાં આધ્યાત્મિક જાગૃતિ, નૈતિક મૂલ્યો અને માનવ કલ્યાણની જ્યોત પ્રજ્વલિત કરી રહ્યું છે. તેમના તપ, ત્યાગ અને દૂરદર્શિતાના પરિણામે મિશનને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાજિક અને આર્થિક પરિષદમાં સલાહકાર તરીકે પ્રતિષ્ઠા મળી છે.
બાબા જીએ એકત્વમાં સદ્ભાવ, વસુધૈવ કુટુમ્બકમ તથા એકને જાણો, એકને માનો, એક થઈ જાઓ જેવા દિવ્ય સંદેશો દ્વારા સમગ્ર માનવતાને પ્રેમ અને એકતાના સૂત્રમાં બાંધવાનો પ્રયાસ કર્યો. તેમનું દીવાલ રહિત સંસારનું સ્વપ્ન આજે પણ વિશ્વ બંધુત્વ, સમાનતા અને સાર્વભૌમિક પ્રેમની પ્રેરણા બનીને પ્રત્યેક હૃદયને આલોકિત કરી રહ્યું છે.
વર્તમાનમાં સત્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ એ જ દિવ્ય પરંપરાને આગળ વધારતાં પ્રેમ, સેવા, સંયમ અને આધ્યાત્મિક ચેતનાના સંદેશને જન-જન સુધી પહોંચાડી રહ્યાં છે. તેમના કરુણામય સાન્નિધ્યમાં સંત નિરંકારી મિશન સતત માનવતાને આત્મબોધ, નૈતિકતા અને વિશ્વ બંધુત્વના પંથે આગળ વધારી રહ્યું છે.
સમર્પણ દિવસ માત્ર શ્રદ્ધાંજલિનો અવસર નથી, પરંતુ તે દિવ્ય જીવન-દર્શનને આત્મસાત કરવાનો પાવન પર્વ છે, જે માનવતાને પ્રેમ, સેવા, વિનમ્રતા અને સમર્પણના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આ દિવસ પ્રત્યેક હૃદયને એ સ્મરણ કરાવે છે કે મહાન આત્માઓ પોતાના કર્મ, વિચાર અને આદર્શો દ્વારા સદાય જીવંત રહે છે અને યુગો સુધી માનવતાનો માર્ગ આલોકિત કરતી રહે છે.