માહિતી કચેરી જામનગર દ્વારા માનસી ધારવિયાનું વિદાયમાન: PSI તરીકે નિમણૂક મળતા શુભેચ્છાઓ પાઠવાઈ
માહિતી કચેરી જામનગર દ્વારા માનસી ધારવિયાનું વિદાયમાન: PSI તરીકે નિમણૂક મળતા શુભેચ્છાઓ પાઠવાઈ
July 20, 2026 08:47 AM
માહિતી કચેરી જામનગર દ્વારા માનસી ધારવિયાનું વિદાયમાન: PSI તરીકે નિમણૂક મળતા શુભેચ્છાઓ પાઠવાઈ
તા. 19 જુલાઈ 2026, જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા માનસીબેન ધારવિયાને કર્મચારીગણ તરફથી ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું.
માનસીબેનને તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સફળતા મળતા PSI તરીકે નિમણૂક મળી છે. જેના પગલે તેમને માહિતી ખાતાની સેવામાંથી મુક્ત કરાયા હતા.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક સોનલ જોષીપુરા, સહાયક નિયામક એચ.પી. ગોજીયા, વિરેન્દ્રસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજા સહિત કચેરીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માનસીબેન ધારવિયાને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે માનસીબેન ધારવીયાએ જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે તા. 17/10/2025 થી તા. 18/07/2026 સુધી સિનિયર ક્લાર્ક તરીકેની ફરજો બજાવી હતી.