જામનગરમાં સ્વતંત્રતા પર્વે ITRA ખાતે ડાયરેક્ટરના હસ્તે ધ્વજવંદન
જામનગરમાં સ્વતંત્રતા પર્વે ITRA ખાતે ડાયરેક્ટરના હસ્તે ધ્વજવંદન
August 15, 2026 11:56 AM
જામનગરમાં સ્વતંત્રતા પર્વે ITRA ખાતે ડાયરેક્ટરના હસ્તે ધ્વજવંદન
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવનાર ભારત દેશના સ્વાતંત્રય પર્વે આજ રોજ ITRA ખાતે સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને તિરંગો લહેરાવી વંદન કરવામાં આવ્યું હતું.
આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત દેશની પ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા (ઈટ્રા) ખાતે કર્મચારીઓ, વૈદ્યો, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ITRA મ્યુઝિક કલબના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં તેમજ સિક્યોરીટી જવાન દ્વારા પણ દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું.