જામનગર-દ્વારકા જિલ્લાના ૧૨૦ વનરક્ષક અને વનપાલ હડતાળમાં જોડાયા
ગ્રેડ-પે, મહેકમ પુન: ચાલુ કરવા સહીતની માંગણીઓ સાથે રાજયવ્યાપી આંદોલન
હડતાળનો આજે ચોથો દીવસ,વન્ય જીવના રક્ષણ સહીતની કામગીરી ઠપ્પ
રાજયના વનવિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ ગ્રેડ-પે, મહેકમ પુન: ચાલુ કરવા સહીતની માંગણીઓ સાથે ગાંધીનગરમાં હડતાળ પર ઉતર્યા છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના વનવિભાગના ૧૨૦ કર્મચારીઓ પણ જોડાયા છે. હડતાળનો આજે ચોથો દીવસ છે. કર્મચારીઓની હડતાળના પગલે વન્ય જીવના રક્ષણ સહીતની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.
રાજયના વનવિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ ગુજરાત રાજય વન રક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ ગ્રેડ-પે, મહેકમ પુન: શ કરવા સહીતના પડતર પ્રશ્ર્નો ઉકેલવા આંદોલનાત્મ કાર્યક્રમો કર્યા હતાં. આમ છતાં પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા આ કર્મચારીઓ ૨૮ ઓકટોબરથી ગાંધીનગરમાં અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વનવિભાગના ૧૨૦ કર્મચારીઓ પણ જોડાયા છે. વનકર્મીઓની મુખ્ય માંગણીઓ વનરક્ષક અને વનપાલ કર્મચારીઓની સુરક્ષા અને સીકયુરીટી એલાઉન્સ આ૫વું, નીચલા દરજ્જાના કર્મચારી-રોજમદાર કેડરને મળતા ગ્રેડ-પેની સરખામણીએ વનરક્ષકને ઓછું વેતન મળતું હોવાની ગંભીર વિસંગતતા દૂર કરવા, યોગ્ય વેતન સુધારો આપવા, વનપાલ ભરતી બંધ કરવી તથા વનપાલની બંધ કરવામાં આવેલી જગ્યાનું મેહકમ પુન: ચાલુ કરી, રાઉન્ડ,બીટ તથા રેન્જનું વિસ્તરણ કરી નવી જગ્યાઓ ઉભી કરવી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર સંવર્ગમાં અનુભવી વનપાલોને બઢતીની તક આપવી રેસીયો ૧:૫ કરવો તથા લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application