જામનગરમાં ગીતામંદીર નજીક દીવાલ ધરાશાહી, ત્રણ મજૂર દટાયા, એકનું મોત
જામનગરમાં ગીતામંદીર નજીક દીવાલ ધરાશાહી, ત્રણ મજૂર દટાયા, એકનું મોત
October 31, 2026 02:24 PM
જામનગરમાં ગીતામંદીર નજીક દીવાલ ધરાશાહી, ત્રણ મજૂર દટાયા, એકનું મોત
જૂના મકાનની પાડતોડ સમયે બનાવ, ફાયરબિગ્રેડ દ્વારા બચાવ કામગીરી
બાંધકામ તોડવાની કામગીરી દરમ્યાન દીવાલ તૂટતા ત્રણેય શ્રમીક પર કાટમાળ પડયો તો
જામનગરમાં ગીતામંદીર નજીક જૂના મકાનની પાડતોડ દરમ્યાન દીવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂર દટાયા હતાં. આથી ત્રણેયને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે ૫ૈકી એક શ્રમીકને ગંભીર ઇજા થતાં તેનુું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ દ્વારા રેસ્કયુ કામગીરી કરવામાં આવી હતી.જામનગરમાં મહાવીર સોસાયટી નજીક ગીતા મંદીર પાસે જૂના મકાનની પાડતોડની કામગીરી ચાલી રહી છે.
ગઇકાલે આ કામગીરી ચાલી રહી ત્યારે અચાનક દીવાલનો મોટો હીસ્સો ધરાશાહી થયો હતો. આથી દીવાલનો કાટમાળ કામ કરી રહેલા ત્રણ શ્રમીક પર પડતા તેઓ દટાયા હતાં. આ બનાવના પગલે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુઘર્ટનામાં કાટમાળ નીચે દટાતા સુનીલભાઇ, કારૂભાઇ અને જતીનભાઇને ઇજા પહોંચતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી સુનીલભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું. જયારે કારૂભાઇ અને જતીનભાઇને નાની-મોટી ઇજા થઇ હોય તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં બે દીવસથી આ મકાનની પાડતોડ કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન ગઇકાલે આ બનાવ બન્યો હતો. દુઘર્ટનાના પગલે લોકોના ટોળાં સ્થળ પર એકત્ર થઇ ગયા હતાં.