વાર્ષિક કોન્ફરન્સ માટે વનતારાએ વૈશ્ર્વિક વન્યજીવ સમુદાયને જામનગરમાં કર્યો એકત્ર
વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમોના સંકલન, ડેટાના આદાન-પ્રદાન અને વન્યજીવ સંભાળના ભવિષ્યને નવો આકાર આપવા ૩૦ દેશની ૯૮ સંસ્થા અને ભારતની ૨૯ સંસ્થાનું સંમેલન યોજાયું
પયુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સથની વાર્ષિક કોન્ફરન્સ ૨૦૨૬નું વનતારા દ્વારા ૨૬થી ૨૯ ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે. જેમાં ૩૦ દેશની ૯૮ સંસ્થાઓ અને ભારતની ૨૯ ઝૂઓલોજિકલ સંસ્થાના અગ્રણીઓ, પશુચિકિત્સકો (વેટરનરી ડોક્ટર્સ), વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકો એક મંચ પર એકત્રિત થયા છે. વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીના સુદ્રઢીકરણ થીમ આધારિત આ કોન્ફરન્સમાં સીમાડાઓને વિસરાવીને સંકલિત પગલાંને પ્રોત્સાહિત કરવા માટે સહિયારા જ્ઞાન અને ડેટા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને પર્યાવરણવિદ્ રિકી કેજ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરાઈ હતી. ત્યારબાદ ના પ્રમુખ સુશ્રી સ્વેત્લાના અકુલોવા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના પ્રો. રમણ સુકુમાર, તેમજ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સભ્ય સચિવ ડો. વી. ક્લેમેન્ટ બેન દ્વારા પરંપરાગત દીપપ્રાગટ્ય કરાયું હતું. યજમાનપદેથી પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં વનતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિવાન કરાણીએ જાહેરાત કરી હતી કે, તમામ સભ્યોને એક વર્ષ માટે પ સોફ્ટવેર પ્લેટફોર્મથ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. પથ એ ઝુઓલોજિકલ સંસ્થાઓના વ્યવસ્થાપન માટેનું એક સુરક્ષિત ક્લાઉડ પ્લેટફોર્મ છે, જેનું પઓપન ડેટા એક્સચેન્જથ સભ્યોને પારસ્પરિક માહિતીની આપ-લેની સુવિધા પૂરી પાડે છે.
રશિયાના દૂર-દૂરના જંગલોથી લઈને આર્ક્ટિકના બરફ સુધી, વિવિધ પ્રજાતિઓના સંયોજકો અમુર વાઘ, ઓરિએન્ટલ સ્ટોર્ક, બ્લેકિસ્ટન્સ ઇગલ-આઉલ અને ગ્રેટ બસ્ટાર્ડ માટેના સરહદપારના કાર્યક્રમોની ચર્ચા કરી રહ્યા છે; સાથે જ બોઇગા સાપ અને લાંબા કાનવાળા હેજહોગના પુન:સ્થાપન (રીઇન્ટ્રોડક્શન) માટેના બહુ ઓછા જાણીતા પ્રયાસો વિશે પણ સંયુક્ત મનોમંથન ચાલી રહ્યું છે. અકુલોવાએ જૈવવિવિધતા સંરક્ષણ માટે ગ્લોબલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિઝન રજૂ કર્યું છે, જેથી કોઈ એક સંસ્થાના તારણો અને સંશોધનો અન્યોના નિર્ણયોને માર્ગદર્શિત કરી શકે.
આ સંવાદ માત્ર ચોક્કસ પ્રજાતિઓ પૂરતો સીમિત નથી. આ કોન્ફરન્સની પેનલ્સમાં એ બાબતોનું પણ મૂલ્યાંકન કરાઈ રહ્યું છે કે દરેક પ્રાણીના સંવર્ધન પરિણામોના આધારે તેમના કલ્યાણના પ્રયાસોને કેવી રીતે માપી શકાય, સંભાળ કેન્દ્રોમાં કટોકટી અને કુદરતી આફતોના સમયે કેવી રીતે સજ્જ રહેવું, તેમજ વિવિધ પ્રદેશોમાં વેટરનરી ક્ષમતાનું નિર્માણ કેવી રીતે કરવું. એશિયાના પએલિફન્ટ ડોક્ટરથ તરીકે જાણીતા પદ્મશ્રી ડો. કે. કે. શર્મા માનવ-વન્યજીવ સંઘર્ષ પર ફિલ્ડ અનુભવો શેર કરી રહ્યા છે; મોસ્કો ઝૂના ચીફ વેટરનરી ઓફિસરે સબ-આર્ક્ટિક વિષમ પરિસ્થિતિઓમાં ધ્રુવીય રીંછ (પોલાર બેયર)ની સંરક્ષણ કામગીરીના સંસ્મરણો રજૂ કર્યા; અને વન્યજીવ જીવવિજ્ઞાની તથા ટેલિવિઝન પ્રેઝન્ટર ફોરેસ્ટ ગાલાન્ટે માસ મીડિયા દ્વારા સંરક્ષણ સંદેશાને વિશાળ જનસમુદાય સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેની શક્યતાઓ તપાસી હતી. શહેરી જૈવવિવિધતા, સિટીઝન સાયન્સ, ૨૧મી સદીનો મુલાકાતી અનુભવ, વન્યજીવ નિદાન અને પોષણ પરના સેશન્સ લેબોરેટરી, ફિલ્ડ અને સામાન્ય જનતાને એકબીજા સાથે જોડે છે. આ ઉપરાંત, ના સભ્યો આગામી વર્ષ માટે એસોસિએશનની નીતિ અને દિશા નિર્ધારિત કરવા મતદાન સત્ર માટે પણ એકત્ર થશે.
આ કોન્ફરન્સમાં પઇન્ડિયન ઝુ યર બુકથ, વોલ્યુમ ૧૧, ૨૦૨૬નું વિમોચન પણ કરાયું છે. ૨૯ ઓક્ટોબરના રોજ સમાપન સમારોહમાં વનતારા દ્વારા છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ્સ એનાયત કરાશે, જેમાં સ્વેત્લાના અકુલોવા: જનરલ ડિરેક્ટર, મોસ્કો ઝૂ અને પ્રમુખ, રેને ફ્રેનેક: સ્થાપક અને ડિરેક્ટર, ક્લેબી ઝૂ (ચેક રિપબ્લિક) જેમના સફળ સંવર્ધન પ્રયાસોમાં દેશના પ્રથમ રેડ-શેન્ક્ડ ડૂક લંગૂર અને ગેંડા હોર્નબિલ, અઝેર હુસેનોવ: ડિરેક્ટર, બાકુ ઝૂઓલોજિકલ પાર્ક અને ઉપપ્રમુખ, , ઉપરાંત ભારતમાંથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના સ્થાપક સભ્ય સચિવ એસ. સી. શર્મા, તેમજ પૂર્વ સભ્ય સચિવો ડો. ડી. એન. સિંહ અને બી. એસ. બોનાલ. નો સમાવેશ થાય છે. જ્યારે સાંજે ૨૦૨૭ના યજમાનને નો ધ્વજ સોંપવાની ઔપચારિક વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થશે. આના પગલે જામનગરમાં સધાયેલી આ વૈશ્વિક ભાગીદારીને વન્યજીવ સંરક્ષણના નવા અધ્યાય તરફ આગળ ધપાવશે.