મૌલિક સિદ્ધાંત વિભાગ દ્વારા આયોજન
ITRA ખાતે અતિ ચિંતા-તણાવને લગતી એનઝાઇટી ડિસઓર્ડર સમસ્યા માટે નિ:શુલ્ક નિદાન સારવાર
આઈ ટી આર એ ખાતે મૌલિક સિદ્ધાંત વિભાગ દ્વારા અતિ ચિંતા-તણાવ જેવી એનઝાઇટી ડિસઓર્ડર અંગેની સમસ્યાઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ તા. ૩ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ સુધી સવારે ૯ થી ૧૨ દરમિયાન ઓપીડી નંબર B-૯ ખાતે રહેશે.
વર્તમાન સમયની જીવનશૈલી અને આહાર વિહારથી લોકોમાં અતિ ચિંતા અને તણાવને કારણે કામમાં મન ન લાગવું, બેચેની, સ્વભાવ ચીડિયો બનાવો, ઊંઘ ન આવવી જેવા લક્ષણો પ્રમુખ છે. વિશ્વમાં આ સમસ્યા ૯૫% ના દરે ગંભીર રીતે વધી રહી છે અને જો સમયસર યોગ્ય સારવાર લેવામાં ન આવે તો ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર જેવી ભયંકર સમસ્યા સર્જાય શકે છે. આ માટે આર્યુવેદ જીવનશૈલીથી તેનો ઉકેલ લાવવા માટેના આ નિ:શુલ્ક કેમ્પનો લાભ લેવાં સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.