BREAKING NEWS

જામનગર: ધ્રોલના ખીજડીયામાં મગફળીમાં રોગચાળો વકરતાં ખેડૂતે ૨૫ વીઘાના ઊભા પાક પર ફેરવ્યું રોટાવેટર

  • August 24, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલના ખીજડીયામાં મગફળીમાં રોગચાળો વકરતાં ખેડૂતે ૨૫ વીઘાના ઊભા પાક પર ફેરવ્યું રોટાવેટર

ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે મગફળીના પાકમાં અચાનક રોગચાળો વકરી જતાં ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગામના ખેડૂત શૈલેષભાઈ કાનગડ દ્વારા વાવેતર કરવામાં આવેલ મગફળીના પાકમાં સુકારો સહિતનો ગંભીર રોગ આવી જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જંતુનાશક દવાઓના વારંવાર છંટકાવ કરવા છતાં પણ રોગ કાબૂમાં ન આવતાં, આખરે લાચાર બનીને તેમણે પોતાના ૨૫ વીઘા જમીનમાં લહેરાતા ઊભા મોલ પર રોટાવેટર (ટ્રેક્ટર) ફેરવી દઈ પાકનો નાશ કરવાની ફરજ પડી હતી. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાઓ પાછળ થયેલો તમામ ખર્ચ માથે પડતાં ખેડૂત આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતની આવી દયનીય સ્થિતિ જોઈને સમગ્ર પંથકના અન્ય ધરતીપુત્રોમાં પણ પોતાના પાકને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application