હાલારમાં ગુરૂપુર્ણિમાની આસ્થાપૂર્વકહાલારમાં ગુરૂપુર્ણિમાની
ગુરૂ પ્રતિ ભકિત, કૃતજ્ઞતા વ્યકત કરતા ભાવિકો: ષોડસોપચાર પાદુકા પુજન અર્ચન, મહાપ્રસાદ, ભજન, સત્સંગ, કિર્તન, ઘ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા
કરતા કરે ન કર શકે, ગુરૂ કરે સો હોય, તીન લોક નૌખંડમેં ગુરૂ સે બડા ન કોઇ
ભારતીય સનાતન સંસ્કૃતિ અને આઘ્યાત્મિક પરંપરાઓમાં ગુરૂને ભગવાન કરતા પણ ઉંચો દરજજો આપવામાં આવ્યો છે. ગુરૂ પુર્ણિમા એ ગુરૂને સન્માન કરવા, તેમને અપાર મહત્વને સ્વીકારવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે સમર્પિત પવિત્ર તહેવાર છે. જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે ગુરૂપુર્ણિમાની ભકતજનો દ્વારા આસ્થાપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, ખંભાળીયા, ભાણવડ, ઓખા, લાલપુર, જામજોૂધપુર, ધુનડા, કાલાવડ, ધ્રોલ, ફલ્લા, જોડીયા, દાણીધાર ધામ સહિતના ધાર્મિક સ્થળોએ ગુરૂ પુજન, પાદુકા પુજન, ભજન, સત્સંગ, કિર્તન, ઘ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો શ્રદ્ધાપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી શારદાપીઠ, શંકરાચાર્ય મઠ ખાતે બુધવારે સવારે ૧૦ વાગ્યે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીની પ્રેરણાથી તથા બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી ના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવનો વૈદિક મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કરવામા આવ્યો હતો.
શ્રી શારદાપીઠ, શંકરાચાર્ય મઠ ખાતે બુધવારે સવારે ૧૦ વાગ્યે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીની પ્રેરણાથી તથા બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી ના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવનો વૈદિક મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કરવામા આવ્યો હતો.
ઉપરાંત ભગવાન આદ્ય શંકરાચાર્યજીની પાદુકાનું વિધિવત્ પૂજન તેમજ જગત મંદિરના શ્રીદ્વારકાધીશજીના શિખર પર નવી ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું સંતો અને મહંતોના આશીર્વાદ સાથે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલમાં સંપન્ન થયો.
આ ઉપરાંત ગુરુપૂર્ણિમા નિમિત્તે દ્વારકાના સબ કીર્તન મંદિર રામધૂન ખાતે પણ ભજન-કીર્તન, ગુરુવંદના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નાગેશ્વર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ વિશેષ પૂજા, સત્સંગ અને ગુરુ મહિમાના કાર્યક્રમો યોજાઈ ભક્તો ઉત્સાહભેર પર્વની ઉજવણી કરાઈ હતી આયોજકો દ્વારા દ્વારકા તથા આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓને ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ઉપસ્થિત રહી ગુરુપરંપરાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જામનગરના પ-નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે પવિત્ર ગુરૂપુર્ણિમા ઉત્સવની શ્રદ્ધા અને ભકિત સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરૂ આચાર્ય કૃષ્ણમણીજી મહારાજના પાવન અને પ્રેરણાદાયી સાનિઘ્યમાં સવારે ૯ વાગ્યે ઉજવણીનો પ્રારંભ થયો હતો. જેમાં દેશવિદેશથી હજારો પ્રણામી ધર્માવલંબીઓ તથા સ્થાનિક શ્રદ્ધાળુઓએ સદગુરૂના ચરણમાં શિશ નમાવી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પરિસરમાં પરંગરાગત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સદગુરૂ પુજન, આરતી, ગુરૂવંદના યોજાઇ હતી અને જગદગુ આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા. સાથોસાથ આ પવિત્ર દિવસે રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓએ રકતનું દાન કર્યું હતું.
મોટી હવેલી જામનગર ખાતે વેશ્ર્વાનગર યુવા સંગઠન દ્વારા ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જપ કોઠામાં ગુરૂવંદના યોજાઇ હતી. સાંજે ૫.૩૦થી ૭.૩૦ દરમ્યાન ગુરૂપુજન, ચરણસ્પર્શ વલ્લભ સત્સંગ હોલ ખાતે યોજાશે. પુ. હરિરાયજી મહારાજ, વલ્લભરાયજી મહારાજ, રસાદ્રેરાયજી મહારાજ, પ્રેમારાયદ્રયજી મહારાજ હાજર રહ્યા હતા.
આજે સવારે આણદાબાવા આશ્રમ ખાતે મહંત પુ.દેવપ્રસાદજી મહારાજની નિશ્રામાં ગુરૂપુર્ણિમાનો કાર્યક્રમ યોજાયો હતો લોકોએ મહારાજશ્રીનું હારતોરા કરી પુજન કર્યું હતું. સોની સમાજ, તથા અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં આણદાબાવા આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના રાજકીય અગ્રણીઓએ ગુરૂજીનું પુજન કયુૃં હતું. આ ઉપરાંત સ્વામીનારાયણ મંદિર, બેડીગેઇટ ખાતે ચર્તુભુજદાસજી મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. જયારે સમર્પણ હોસ્પિટલ પાસે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં પુ. ધર્મનિધિ મહારાજની ઉપસ્થિતિમાં ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.
ધુનડા સતપુરણ ધામ ખાતે પુ. જેન્તીરામ બાપાની નિશ્રામાં ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો આજુબાજુના ગામડામાંથી ભકતો ગુરૂ પુજન કરવા માટે આવ્યા હતા. સાથોસાથ દંતનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, સાંજે મહાપ્રસાદ, ભજન, કિર્તનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી રામજય રામ જયજય રામની આલેખ જગાવનાર પ્રેમભિક્ષુજી મહારાજ બાલાહનુમાન મંદિર ખાતે તેમની તસ્વીરનું ભાવીકો દ્વારા પુજન, અર્ચન, ગુરૂપુર્ણિમાના પવિત્ર દિવસે પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું.સાથોસાથ દ્વારકા ખાતે આવેલ સંકિર્તન મંદિર ખાતે પ્રેમભિક્ષુજી મહારાજની ચરણપાદુકાને પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. જામનગર કાશિવિશ્ર્વનાથ રોડ ખાતે આવેલ ગીતા વિદ્યાલયે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થામાં ગુરૂપુર્ણિમાની ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. સભાખંડમાં ભગવદ ગીતાનાં અઘ્યાય ૧૨ અને ૧૫ નો સામુહિક પાઠ કરવામાં આવ્યો હતો.
કાલાવડ, દાણીધાર ધામ ખાતે ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૭.૧૫ કલાકે ચરણપાદુકા પુજન યોજાયુ હતું જેમાં બહોળી સંખ્યામાં ભકતજનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. હર્ષિદા માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કટારીયાવાળા વાછડાદાદાનાં મઢે ગુરૂપુર્ણિમાના મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવંદના, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ પ્રમુખ રાજુભાઇ જોશીની આગેવાની હેઠળ યોજાયા હતા. જામજોૂધપુર ખાતે રોકડીયા હનુમાન મંદિર ગુરૂવર્ય લખુદાદા પાબારીના સાનિઘ્યમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઘ્વજારોહણ, ગુરુપુજન, ધુન, ભજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.