BREAKING NEWS

જામનગર જિલ્લામાં બે પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી

  • October 27, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં બે પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી

પીઆઈ વી.જે. રાઠોડ એસઓજીમાં અને એચ.બી. ધાંધલિયાને પંચકોશી - બી ડિવિઝનમાં મુકાયા

જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
​​​​​​​
આ આદેશ મુજબ, પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલિયાની પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.
​​​​​​​
આ ઉપરાંત, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીને એસઓજી શાખાના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application