BREAKING NEWS

જામનગર: રૂ.૧૦૦ કરોડનાં ખર્ચે લાલપુર બાયપાસનો બ્રીજ સપ્ટેમ્બરમાં પુર્ણ થશે

  • June 18, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રૂ.૧૦૦ કરોડનાં ખર્ચે લાલપુર બાયપાસનો બ્રીજ સપ્ટેમ્બરમાં પુર્ણ થશે

પ્રીકાસ્ટ ગર્ડર લોન્ચીંગ ટેકનોલોજીનો ઉપયોગ બ્રીજમાં કરાયો :ગુજરાત સ્ટેટ કોર્પોરેશનની મંજુરી તેમજ નર્મદા પાઇપલાઇન પીજીવીસીએલ લાઇન અને ગેસની લાઇન સીફટીંગના કારણે બ્રીજનું કામ થોડુ મોડુ થયું: સીકસ લેન રોડ બનતાં ટ્રાફીક સમસ્યા હળવી થશે: સમર્પણ પાસે અને ઠેબા ચોકડીના બ્રીજનું કામ પણ શરૂ થયુ.

જામનગર શહેરનો વિકાસ થઇ રહ્યો છે રૂ.૨૩૦ કરોડનાં ખર્ચે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો બ્રીજ પુર્ણ થયા બાદ લાલપુર બાયપાસ ચોકડી પાસે પ્રી કાસ્ટ ગર્ડર લોન્ચીંગ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે તે ઓવરબ્રીજ આગામી સપ્ટેમ્બર મહિનામાં પુર્ણ થશે. રૂ. ૧૦૦ કરોડનાં ખર્ચે તૈયાર થયેલો આ બ્રીજનું કામ થોડો સમય અટકયો હતો. ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની મંજુરી મોડી મળી, એટલું જ નહિ નર્મદા પાઇપલાઇન સીફટીંગ, પીજીવીસીએલ તેમજ ગેસલાઇન સીફટીંગના કારણે આ બ્રીજ પાંચેક મહિના મોડો પુર્ણ થશે. આગામી સપ્ટેમ્બર મહિનો પુર્ણ થયા બાદ લોકો માટે સીકસ લેન બ્રીજ ખુલ્લો મુકી દેવામાં આવશે ત્યારે ટ્રાફીક સમસ્યા હળવી થશે. 

પ્રોજેકટ પ્લાનીંગ શાખા દ્વારા આ બ્રીજનું કામ થઇ રહ્યું છે. આ બ્રીજની વિશેષતા એ છે કે તેમાં પ્રથમ વખત પ્રીકાસ્ટ ગર્ડર લોન્ચીંગ ટેકનોલોજીનો ઉપયોગ શહેરમાં કરવામાં આવ્યો છે. બન્ને બાજુ એક કિ.મી. લંબાઇ બન્ને સાઇડ સર્વિસ રોડ, સહિતની સગવડ આ બ્રીજમાં કરવામાં આવી છે. લગભગ બે વર્ષ પહેલા આ કામ શરૂ થયુ છે અને થોડો સમય અન્ય મંજુરી અને સીફટીંગના કારણે કામ મોડુ થયુ છે. 

શહેરમાં ફલાય ઓવર બ્રીજ બન્યા બાદ બીજો આ મોટો બ્રીજ બની રહેશે લાલપુર ચોકડી  પાસે અવાર નવાર ટ્રાફીક જામ થઇ જાય છે જેના કારણે વાહનોનો ખડકલો થાય છે, દ્વારકાથી રાજકોટ જતા ભારે વાહનો લાલપુરથી જામનગર જતા આવતા ભારે વાહનોને કારણે ખુબ જ સમસ્યા ઉત્પન્ન થાય છે એટલે જેમ બને એમ ઝડપથી આ ઓવરબ્રીજ પુરો થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે. પ્રોજેકટ પ્લાનીંગના ના. ઇજનેર રાજીવ જાનીના જણાવ્યા મુજબ અદ્યતન ટેકનોલોજીનો આ ઓવરબ્રીજમાં ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રથમ વખત આ ઓવરબ્રીજમાં અદ્યતન ટેકનોલોજી વાપરવામાં આવી છે. આ સીકસ લેન રોડમાં બન્ને બાજુ સર્વિસ રોડ હોય, લોકો માટે પણ આસાની રહેશે. 

આ બ્રીજનું કામ થોડો સમય ધીમુ ધીમુ ચાલતુ હતું. ત્યારબાદ વીધીવત મંજુરી મળ્યા બાદ આ કામ ગતિમાં આવ્યું છે અને હાલમાં લગભગ ૨૦થી ૨૨ ટકા કામ બાકી છે. તે લગભગ સાડા ત્રણ થી ચાર મહિનામાં પુર્ણ થઇ જશે. જામનગરને એક પછી એક બ્રીજ મળવા લાગ્યા છે. સમર્પણ હોસ્પિટલ પાસે ટ્રાફીક નિવારવા માટે કોર્પોરેશન દ્વારા રૂ.૪૫ કરોડના ખર્ચે, તેમજ ઠેબા ચોકડી પાસે રૂ.૭૨ કરોડના ખર્ચે અલગ અલગ બ્રીજનું કામ શરૂ થઇ ચુકયું છે. લગભગ દોઢ થી બે વર્ષના ગાળામાં આ બ્રીજ પણ પુર્ણ થઇ જશે. 

શહેરમાં અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે કેટલાક કામો ધીમી ગતિએ ચાલતા હોય, આ કામોને ઝડપી બનાવવાની જરૂર છે, તાજેતરમાં મ્યુ. કમિશનરે લાલપુર ચોકડી, તેમજ અન્ય બ્રીજની મુલાકાત લીધી હતી, સીટી ઇજનેરને સાથે રાખીને મુલાકાત લીધા બાદ જેમ બને તેમ વધુ ઝડપથી આ કામો પુર્ણ થાય તે માટે અધિકારીને સુચના આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application