જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી ઝડપાયો ૪૦.૬૮ લાખનો દારૂ
માનસી હોટલ પાછળ ગોડાઉનમાં મોડી રાત્રિના દારૂના કટીંગ વખતે પંચ-એ પોલીસનો દરોડો: નાની-મોટી ૧૯પરર શરાબની બોટલો અને ૩ વાહન કબ્જે: એકની અટક, ૧૦ની સંડોવણી ખુલી
જામનગર રાજકોટ હાઇવે માનસી હોટલ પાછળ હિતેષ બાંભણીયાના ભોગવટાના ગોડાઉનમાં વિદેશી દાનો મોટાપાયે કટીંગ ચાલી રહ્યું છે, એવી ચોક્કસ બાતમીના આધારે રાત્રિના પંચકોશી એ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, એક શખ્સને દબોચી લીધો હતો, ગોડાઉનમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૪૦.૬૮ લાખની કિંમતની ૧૯૦૦૦ થી વધુની બોટલો ૩ વાહન સહિત પ૩.૭૮ લાખનો મુદ્દામાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ૧૦ શખ્સોની સંડોવણી સામે આવી છે, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. દિવાળી પૂર્વે પોલીસ દ્વારા જંગી જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જામનગર એસપી ડો. રવિમોહન સૈની દ્વારા શહેર-જિલ્લામાં દારૂ-જુગારને નેસ્તાનાબુદ કરવા અને આ દિશામાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચકોશી એ ના પીઆઇ આઇ.એ. ધાસુરા અને સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સ્ટાફના હેડ કોન્સ. હરદેવસિંહ ઝાલા તથા ગિરીરાજસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળેલ કે, જામનગરની ભાગોળે માનસી હોટલની પાછળ હિતેષ ઉર્ફે વાંગો પોતાના ભોગવટાના ગોડાઉનમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો રાખીને કટીંગ કરી દારૂની હેરાફેરી કરે છે, જે બાતમીના આધારે રાત્રિના પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં અશોક લેલન્ડ બડા દોસ્ત બે પીકઅપ વાહન તથા એક બંધબોડીનું છોટા હાથી પડેલ હોય, આથી તલાશી લેતા બડા દોસ્ત નંબર જી.જે.૧૦.ટી.વાય.૧૯૬પ ના ડ્રાઇવર નવાગામ ઘેડ, સ્વામીનારાયણ સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેશ નવલ યાજ્ઞિકને પકડી લીધો હતો.
આ ગોડાઉન અને વાહનોમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દાની નાની-મોટી ૧૯પરર બોટલો જેની કિંમત રૂ. ૪૦,૬૮,૫૧૭ તથા ૩ વાહન મોબાઇલ મળી કુલ પ૩,૭૮,૫૧૭ ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો, આરોપી ધર્મેશની વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, પૂછપરછ કરતા તેનો મિત્ર હિતેષ બાંભણીયાએ ગોડાઉનમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો વેંચાણ અર્થે મંગાવી હતો, આરોપી ધર્મેશની વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, પૂછપરછ કરતા તેનો મિત્ર હિતેષ બાંભણીયાએ ગોડાઉનમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો વેંચાણ અર્થે મંગાવી અને પોતે તથા હિતેષ ઉર્ફે વાંગોના મિત્ર તેમજ અન્ય સાથે મળીને વેચાણ અર્થે આપેલ હોય અને બાકીનો જથ્થો આપવા ગોડાઉન ભરી રાખેલ હોવાનું જણાવ્યું હતું.
આ અંગે પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ નવલ યાજ્ઞિક તથા ફરાર આરોપી રાજપાર્ક દરગાહની પાસે રહેતા હિતેષ ઉર્ફે વાંગો નરશી બાંભણીયા, રાજપાર્કના સુનિલ ઉર્ફે ભુતી ધનજી દોણાસીયા, રાજપાર્કના સુનિલ બારૈયા, જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતા દિલીપ, ભાણવડના પાસ્તર ગામના મેરૂ રામા રબારી, જામનગર ગુરૂદ્વારા ચોકડી પાસે રહેતા યોગેશ કોળી, ભીમવાસના રાહુલ રેસીયા, જામનગરના વિમલો ડોડારો, શંકરટેકરીના રોહિત કોળી અને પંચેશ્ર્વર ટાવર પાસે રહેતા જીગો સોલંકી ખવાસની વિરૂઘ્ધ પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી હતી, પોલીસે એકની અટક કરી છે અને ઉપરોક્ત ૧૦ શખ્સોને ફરાર જાહેર કરી શોધખોળ આદરી છે, દિવાળી પૂર્વે જંગી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.