ચાંદલોડિયા-વિરમગામ વચ્ચે પાણી ભરાવાથી અનેક ટ્રેનો પ્રભાવિત, 3 રદ, 3 આંશિક રદ, 2 ડાયવર્ટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જાણ કરવામાં આવી છે કે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે.
તા. 25 જુલાઈ 2026 ના રોજ રેકની અપ્રાપ્યતાને કારણે નીચેની 3 ટ્રેનો પૂર્ણપણે રદ રહેશે:
1. ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઈન્ટરસિટી એક્સપ્રેસ
આંશિક રીતે રદ / આંશિક રીતે શરૂ થનારી ટ્રેનો:
1. ટ્રેન નંબર 16338 અર્નાકુલમ–ઓખા એક્સપ્રેસ, જે 22 જુલાઈ 2026 ના રોજ પોતાની મુસાફરી શરૂ કરી હતી. તા. 25 જુલાઈ 2026 ના રોજ અમદાવાદ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે. આ ટ્રેન અમદાવાદ–ઓખા વચ્ચે રદ રહેશે.
2. ટ્રેન નંબર 16337 ઓખા–અર્નાકુલમ એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ ઓખાથી ઉપડવાની હતી. તે હવે અમદાવાદથી પોતાની નિયમિત સમયે શરૂ થશે. આ ટ્રેન ઓખા–અમદાવાદ વચ્ચે રદ રહેશે.
3. ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી. તે રાજકોટ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે.
ડાયવર્ટ કરાયેલા માર્ગે ચાલનારી ટ્રેનો:
1. ટ્રેન નંબર 22958 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, જે 24 જુલાઈ 2026 ના રોજ ઉપડનારી. તે વિરમગામ–મહેસાણા–વલો–ગાંધીનગર કેપિટલ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
2. ટ્રેન નંબર 26901 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ ઉપડનારી. તે હવે સવારે 05:25 વાગ્યાને બદલે 07:30 વાગ્યે ઉપડશે તથા સાબરમતી–મહેસાણા–વિરમગામ માર્ગ પર ચલાવવામાં આવશે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસ ચકાસી લે. થયેલી અસુવિધા બદલ રેલવે તંત્રએ ખેદ વ્યક્ત કર્યો છે.