જામનગર શહેરમાં અવાજના પ્રદુષણના પ્રશ્ર્નનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ
તહેવારોમાં અવાજનું માપ જળવાતું નથી: સુપ્રીમ કોર્ટેની ગાઇડલાઇનની અમલવારી જરી
જામનગરના સામાજિક કાર્યકર દ્વારા અવાજના પ્રદુષણનો પ્રશ્ન ઉકેલવા રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને તેમજ સ્થાનિક નેતાગીરી અને અધિકારીઓને લેખિત રજુઆત કરવામાં આવી છે.
વર્ષોથી વિવિધ મુદ્દે રજુઆત કરતા કંસારા પ્રફુલભાઈએ શહેરના મેયર, જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષકને અવાજના પ્રદુષણ મુદ્દે કરેલી રજુઆતમાં જણાવાયું છે કે, જાહેર સ્થળો ઉપર મંદિરો, મસ્જીદોમાં કે ધાર્મિક તહેવારોમાં, શાક માર્કેટોમાં વિવિધ પ્રકારના સ્પીકરો વાગે છે. પ્રસંગોમાં સમાજોની વાડીઓમાં અતિ ઘોંઘાટથી ડીજેના અવાજો આવે છે. જેનાથી આજુબાજુના રહેવાસીઓને થાય છે.
શાળા-કોલેજો, હોસ્પિટલો પાસે પણ અવાજનું પ્રદુષણ વધુ હોય છે. હોર્ન વગાડવાની મનાઈ છે. આવા સ્થળો બહાર તેવું લખેલા બોર્ડ મુકાવા જોઈએ. સવારના સમયે પંચાવન ડેસિબલ અને સાંજે ૪૫ ડેસિબલ અવાજનું પ્રમાણ હોવું જોઈએ. પરંતુ આવા નિયમનું પાલન થતું નથી. સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન કરાવવામાં આવે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસે ડેસિબલ મીટર ન હોય તો વસાવીને પણ જાહેર કાર્યક્રમોમાં અવાજના પ્રદુષણનું ચેકીંગ થવું જોઈએ. આવા મુદ્દાને ગંભીરતાથી લઈને પ્રજાનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવો જોઈએ.