BREAKING NEWS

જામનગર: ભાણવડની ભાગોળે બરડા ડુંગરના સાનિધ્યમાં ત્રિવેણી ઘાટે બિરાજતા ઈન્દ્રેશ્ર્વર મહાદેવ

  • August 27, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ભાણવડની ભાગોળે બરડા ડુંગરના સાનિધ્યમાં ત્રિવેણી ઘાટે બિરાજતા ઈન્દ્રેશ્ર્વર મહાદેવ

શિવ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવતું શિવાલય એટલે સ્વયંભૂ ઈન્દ્રેશ્વર મહાદેવ

ભાણવડથી ખંભાળિયા જવાના રસ્તા પર ત્રણ નદિઓના સંગમ સ્થળ વચ્ચે આવેલું આ પ્રોરાણિક ઇન્દ્રેશ્વર મંદિર ત્રિવેણી સંગમને કારણે નયનરમ્ય સ્થળ તરીકે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓ છે જે સોનમતી વર્તુ નદી અને ફાલકુ નદી મળીને વર્તુ નદીમાં વહે છે. આ જગ્યાએ સ્વયંભૂ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર સ્થિત છે.ત્રિવેણી સંગમ ઘાટ પર સ્થિત જ્યાં પાંડવોએ વનવાસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરી હતી. 

ઈન્દ્રેશ્વર મહાદેવ સાથે જોડાયેલી લોકમાન્યતાઓમાં ભગવાન શિવની આરાધના, તપ અને પવિત્ર જળધારાઓનું વિશેષ મહત્વ જોવા મળે છે. ત્રિવેણી નામ પોતે જ ત્રણ પવિત્ર પ્રવાહોના સંગમની ભાવનાને વ્યક્ત કરે છે. આવા પવિત્ર સ્થળો ભારતીય ધાર્મિક પરંપરામાં સ્નાન, પૂજન અને ધ્યાન માટે વિશેષ સ્થાન ધરાવે છે.

શ્રાવણ માસ દરમિયાન ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટી પડે છે. સોમવારના દિવસે વિશેષ પૂજન, અભિષેક, બિલ્વપત્ર અર્પણ અને શિવમંત્રોના જાપથી મંદિર પરિસર ભક્તિમય બની જાય છે. મહાશિવરાત્રીના પર્વે પણ ભગવાન શિવની વિશેષ આરાધના કરવામાં આવે છે.

ૐ નમ: શિવાયના નાદ સાથે ભક્તો મહાદેવને જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. સ્થાનિક ધાર્મિક પરંપરામાં આ સ્થળે દર્શન અને પૂજનને વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે.

ત્રિવેણીનું કુદરતી વાતાવરણ ઈન્દ્રેશ્વર મહાદેવના ધાર્મિક મહત્વમાં વધુ ઉમેરો કરે છે. હરિયાળી, નદી-ઝરણાં અને આસપાસનું શાંત વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. તેથી અહીં માત્ર ધાર્મિક શ્રદ્ધા માટે જ નહીં, પરંતુ એકાંતમાં ધ્યાન અને પ્રકૃતિના સાનિધ્યનો આનંદ માણવા માટે પણ લોકો આવે છે.

સ્વયંભૂ ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી; તે સ્થાનિક સમાજની શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે. પેઢીઓથી લોકો મહાદેવને પોતાના આરાધ્ય દેવ તરીકે પૂજતા આવ્યા છે. વિવિધ ધાર્મિક પ્રસંગો અને ઉત્સવો દરમિયાન અહીં ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાય છે.

હર હર મહાદેવના જયઘોષ સાથે  સ્વયંભૂ ઈન્દ્રેશ્વર મહાદેવના ચરણોમાં સૌરાષ્ટ્રની અખંડ શિવભક્તિ  ધબકતી જોવા મળે છે.

ત્રિવેણી સંગમની પ્રાકૃતિક રોનક:
બરડા ડુંગરનું સાનિધ્ય અને ત્રિવેણી સંગમ મંદિર સોનમતી, વેરાડી અને વર્તું (અથવા ફાલકુ) નદીઓના ત્રિવેણી સંગમ સ્થાન પર આવેલું છે.નદીઓના સંગમને કારણે આ જગ્યા પ્રાકૃતિક રીતે ખૂબ જ સુંદર અને શાંત છે.મંદિરની બાજુમાં એક વિશાળ ઇન્દ્રેશ્વર સરોવર પણ આવેલું છે, જે આ સ્થળની શોભા વધારે છે. પશ્ચિમાભિમુખ શિવાલય ઈન્દ્રેશ્વર મહાદેવની પૂજા અશ્વસ્થામા કરવા આવતા હોવાની  લોકવાયકા,મંદિર પરિસરમાં ગાયત્રી માતા,કાલે ભૈરવ દાદા બટુક ભૈરવ દાદાની સાથોસાથ અન્ય સમાધિઓ પણ આવેલી છે ઈન્દ્રેશ્વર મહાદેવ સમીપ આવેલ  ગંધ્રપ્યુ સ્મશાન જાગતું સ્મશાનથી પ્રચલિત છે, ભાણવડ સહિત આસપાસના સાતથી આઠ ગામના ગ્રામજનો અગ્નિદાહ આપવા આ સ્મશાને આવે છે તેમજ  ઈન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણી ઘાટને લીધે આ સ્થળ પિતૃ તર્પણ, શ્રાધ્ધ કર્મ માટે આસ્થાનું વિશીષ્ટ સ્થાન ધરાવે છે.રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડના ખર્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરના વિકાસના કાર્યોથી મંદિર પરિસરની શોભામાં અભિવૃદ્ધિ થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application