જામનગર: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૨ સપ્ટેમ્બરે મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન
જામનગર: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૨ સપ્ટેમ્બરે મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન
September 11, 2026 12:26 PM
જામનગર: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૨ સપ્ટેમ્બરે મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન
જામનગર તા.૧૧ સપ્ટેમ્બર, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૨ સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ધન્વંતરિ ઓડિટોરિયમ, જામનગરમાં જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં વિવિધ સેક્ટરના ૪૫થી વધુ નોકરીદાતા ઉપસ્થિત રહેશે. જેમાં રોજગાર વાચ્છું મહિલા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને રિઝયુમ સાથે ઉપસ્થિત રહેવા જામનગર રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.