જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે દર્દીલક્ષી સેવાઓના સુદ્રઢીકરણ માટે ઓર્થોપેડિક ઓ.પી.ડી.નું સ્થળાંતર તથા કેશબારી-દવાબારીમાં વધારો કરાયો
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે દર્દીલક્ષી સેવાઓના સુદ્રઢીકરણ માટે ઓર્થોપેડિક ઓ.પી.ડી.નું સ્થળાંતર તથા કેશબારી-દવાબારીમાં વધારો કરાયો
September 01, 2026 10:16 AM
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે દર્દીલક્ષી સેવાઓના સુદ્રઢીકરણ માટે ઓર્થોપેડિક ઓ.પી.ડી.નું સ્થળાંતર તથા કેશબારી-દવાબારીમાં વધારો કરાયો
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે દર્દીલક્ષી સેવાઓને વધુ સુદૃઢ બનાવવા તેમજ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ઘટાડવાના હેતુથી ઓર્થોપેડિક (હાડકાં) વિભાગની ઓ.પી.ડી.નું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ દર્દીઓની સુવિધા માટે કેશબારી તથા દવાબારીની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ઓર્થોપેડિક (હાડકાં) વિભાગની ઓ.પી.ડી., કેશબારી તથા દવાબારી હવે ગ્રાઉન્ડ ફ્લોર જૂની કોલેજ બિલ્ડીંગ, જુના ફોરેન્સિક મેડીસીન વિભાગમાં,જૂની કેન્ટીન સામે શરૂ કરવામાં આવી છે. ઓર્થોપેડિક ઓ.પી.ડી.નો સમય સવારે ૦૯:૦૦ કલાકથી બપોરે ૦૧:૦૦ કલાક સુધી રહેશે.
આ ઉપરાંત, સ્કિન, માનસિક અને કેન્સર ઓ.પી.ડી.ની કેશબારી હવે ગ્રાઉન્ડ ફ્લોર, ૭૦૦ પથારી બિલ્ડીંગ ખાતે રહેશે. તેમજ ઈ.એન.ટી. વિભાગ અને આંખ વિભાગની કેશબારી અને દવાબારી પહેલા માળે, જૂની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં ઈ.એન.ટી. વિભાગ પાસે રાખવામાં આવી છે.
આથી ઉપરોક્ત વિભાગોમાં સારવાર લેવા આવતા તમામ દર્દીઓએ જૂની ઓ.પી.ડી. બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરને બદલે સંબંધિત વિભાગ માટે સ્થળાંતરિત કરવામાં આવેલી નવી જગ્યાએ જવાનું રહેશે. તેમ જી.જી. સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.