જામનગર: ભોળા ભીમની વહારે આવ્યા ભોળેશ્ર્વરરૂપી ફુલેશ્ર્વર મહાદેવ
રાજવી જામ રણજિતસિંહજીની જન્મભૂમિ સડોદર નજીક બિરાજે છે ફુલનાથ મહાદેવ
જામનગર જિલ્લાનાં ઐતિહાસિક શિવ મંદિરમાં ગોપનાથ,અને ફુલનાથ મહાદેવ લોકવાયકાઓ મુજબ કાળીયો ઠાકર કૃષ્ણ અને પાડંવ જોડાયેલ છે,વર્ષોથી શિવ ભક્તોનું કલ્યાણ કરી રહ્યા છે. નવાનગર-જામનગરના રાજવી જામ રણજીતસિંહજીનો જન્મ સડોદર ખાતે તા.૧૦.૦૯.૧૮૭૨ના રોજ થયેલ તેથી નવાનગર-જામનગર સાથે પણ સડોદર ફુલનાથધામ જોડાયેલું છે.
ફુલનાથ મહાદેવ જામનગરથી ૬૪ કીલોમીટર અને જામજોધપુરથી ૪૩ કીલોમીટર જેટલું થાય છે સડોદર ફુલનાથ મહાદેવ મંદિરે લખાયેલ ઈતીહાસ કે લોકવાયકા મુજબ પાંચ પાંડવો તેમજ કુંતા માતાજી બાર વરસના વનવાસ બાદ તેરમું વર્ષ અજ્ઞાતવાસ દરમ્યાન હાલનું જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામ પાસેના પ્રસિધ્ધ શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિર જે જગ્યા છે. ત્યાં રાતવાસ રોકાઈ બીજા દિવસે પ્રભાતે ત્યાંથી પ્રયાણ કરી હાલની જે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં શ્રી કુલનાથ મહાદેવ બિરાજમાન છે તે જગ્યાએ રાત્રી મુકામ કર્યો.
જે,તે સમયે ત્યાં ગાઢ જંગલ હતુ ત્યાં રાતવાસો કર્યોને સવારે નિત્યક્રમ મુજબ કુંતા માતાજીને એવો નિયમ હતો કે ભોળાનાથની પુજા પાઠ કર્યા પછી અન્ન-જળ લેતા, એટલે શિવલીંગ સાથે રાખતા હતા યાત્રા દરમ્યાન ભીમસેનને શિવલિંગ સાચવવાની જવાબદારી સોંપાઈ હતી.
પરંતુ હાલ જે જગ્યા ભોળેશ્વરની છે તે પણ ટેકરી ઉપર જંગલ હતું ત્યાં ભોળા ભીમ શિવલીંગ ભુલી ગયા ને રાત્રી રોકાણ ફુલનાથની જે જગ્યા છે ત્યાં પણ જંગલ હતું ત્યાં રાત્રી રોકાણા સવારે માતાજીને શિવલીંગ પુજા પાઠ માટે જોશે તેવા વિચારોમાં ને વિચારોમાં ભોળા ભીમને રાતભર નિંદર ન આવી ને તેવા વિચારોમાં લીન થઇ ગયા, સવારે વહેલા જંગલમાંથી ફુલ વીણી વીણીને તેમણે આબેહુબ શિવલીંગ ફુલના બનાવ્યા આવી તરકીબ અજમાવી, સવારે માતાજીએ નાહી ધોઈ લીધું ત્યારે ભોળા ભીમ બોલ્યા લ્યો માતાજી તમારા ભોળાનાથની પુજન વિધી કરી લ્યો, મે કુલ ચડાવી શણગારી લીધા છે.
કુંતા માતાજી જળનો લોટો ચડાવવા લાગ્યા ત્યારે ભીમને પણ ડર હતો કે મારી આ પોલ ખુલી જશે કારણ કે શિવલીંગ તો હતુ નહી ફકત કુલની જ શિવલીંગ બનાવ્યા હતા પણ ભીમના આવેશ વચ્ચે જેમ માતાજી જળ ચડાવતા ગયા તેમ ફુલ નીચે પડતા ગયાને સ્વયંમ શિવલીંગ હાલનું છે તે પ્રગટ થયું, ભોળા ભીમ માતાજી પુજા કરતા હતા તેને દોડીને પગે લાગી માતાજીને બધી તરકીબની વાત કરી માતાજીની માફી માગી, માતાજી ગુસ્સે થવાને બદલે... તેમને પ્રસન્ન ચિતે ભીમને આર્શીવચન આપ્યું કે આ તારી ભુલથી તો સ્વયંમ ભોળાનાથ પ્રગટ થઇ આપણે આર્શીવાદ આપ્યા.
કુલના બનાવેલ શિવલીંગથી સ્વયંમ પ્રગટ થયા, એટલે કુલનાથ મહાદેવ તરીકે પ્રસિધ્ધ થયા, ભોળેશ્વર ભોળા ભીમ ગજણા ગામે ભુલી ગયાને જમીનમાં અપુજ રહેવાથી સમાઈ ગયાને જતે દહાડે ગૌ માતા કુદરતના સંકેત અનુસાર ત્યાં દોવાઈ જતી હતી ને શિવલીંગ બહાર કાઢીને તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે ભોળા ભીમ ભુલી ગયા હતા એટલે તે શિવલીંગ ભોળેશ્વર તરીકે પ્રસિધ્ધ થયા.
ફુલનાથ પરિસરમાં જયારે રાત વાસ દરમ્યાન પાંડવો દ્વારા આંબો વાવેલ તેમની સાક્ષી પુરતો આંબો પણ ફુલનાથના મંદિર સામે આજે પણ મંદિરના પટાંગણમાં શોભે છે તેમની પણ સવાર સાંજ પુજા અર્ચન થાય છે.
શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ દરમિયાન મહાદેવ મંદિરોમાં અભિષેક, પૂજા, આરતી, ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. ફુલેશ્વર મહાદેવ જેવા પ્રાચીન શિવસ્થાનોમાં શ્રાવણ દરમિયાન ભક્તિભાવનું વિશેષ વાતાવરણ જોવા મળે છે.હાલમાં મહંત સુંદરનાથ ભોળાનાથની સેવાપૂજા કરે છે.
શ્રી ફુલનાથ મહાદેવ મંદિરે આવવા જવા માટે પાકો રોડ છે બસ સુવિધા પણ છે. જામનગરથી જામજોધપુરથી સડોદરથી ફુલનાથ મહાદેવની જગ્યા ૩-કિલો મીટર અંદર છે.
સવાર સાંજ આરતી થાય, શ્રાવણ અમાસના ત્રણ દિવસનો મેળો ભરાય છે ત્રણ દિવસ તેમજ ગમે ત્યારે જાવતો હરિહર (પ્રસાદ) ચાલુજ હોય છે ચા-પાણીની તમામ વ્યવસ્થા વિના મૂલ્યે છે. મેળા દરમ્યાન હજારો માણસો માટે કોઈ જાતના ભેદભાવ વગર હરિહર ચાલુ જ હોય છે શ્રાવણ માસમાં ત્રણ-ચાર રૂદ્રી અવશ્ય હોય જ છે ન્હાવા માટેના નયનરમ્ય સુંદર ત્રણ કુંડ છે.