BREAKING NEWS

જામનગર: ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ અન્વયે ભરણપોષણ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

  • August 20, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ અન્વયે ભરણપોષણ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

આ કામના અરજદારના લગ્ન સામાવાળ સાથે આશરે ૪ વર્ષ પહેલા થયેલ ત્યારથી અરજદાર સામાવાળાના એકબીજાના કાયદેસરના પતિ પત્ની થયેલ લગ્ન થયા બાદ અરજદાર સામાવાળાના ઘેર કાલાવડ મુકામે લગ્નજીવન ભોગવવા ગયેલ થોડા દિવસોમા તેઓના પરિવારજનો દ્વારા શારીરીક, માનસીક દુ:ખ ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકી અરજદારને જોર જબરદસ્તી માવતરે મુકી ગયેલ તેમજ પુત્રની સાર સંભાળ, ખોરાકી, દવા-દારૂ અને અભ્યાસ તમામ નૈતિક જવાબદારી સામાવાળાની હોવા છતા સામાવાળાએ બેદરકારી અને ઇન્કારના કારણે માતા દરજજે અમો અરજદાર હાલ પુત્રની તમામ નૈતિક ફરજ બજાવી રહેલ છે. તેમજ અરજદારની ચીજવસ્તુઓ દરદાગીના તથા કપડા વિગેરે લઈને સામાવાળાને ત્યા જામનગર મુકામે સંયુકત કુટુંબમા રેવા ગયેલ જયા સાસુ-સસરા, નણદ વિગેરે સાથે રહેતા હતા લગ્ન બાદ પ્રથમીજ સામાવાળા અરજદારને કરીયાવાર અને સ્ત્રીધન બાબતે મેણાટોણા મારતા. તેમજ ગેરકાયદેસરની માંગણીઓ કરવામાં આવતી.

અરજદારના પિયરવાળા આર્થીક રીતે ગરીબ હોય તેથી જેટલુ બન્યુ તેટલુ તેઓએ પુરતુ કરીયાવર કરેલ હતું છતા ખોટી રીતે વાંક કાઢી અપશબ્દો બોલતા મારકુટ કરતા તે બધુ મુંગે મોઢે સહન કરતા, અમોને મારકુટ કરી માવતરે મુકી ગયેલ પરંતુ આજદિન સુધી અરજદાર તથા તેના પુત્રને ઘેર પાછા લઇ ગયેલ નથી તેમજ અરજદારોનુ ભરણપોષણ ચુકવેલ નથી અરજદારો નિરાધાર નિસહાય હાલમાં જીવતા હોય આથી આ કામના અરજદાર દ્વારા જામનરનગી કોર્ટમાં તેઓના વકિલ મારફત કૌટુંબીક હિંસાથી સ્ત્રીઓનુ રક્ષણ અધિનીયમ ૨૦૦૫ની કલમ મુજબ ન્યાય મેળવવા ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

જે કેસમા કોર્ટ દ્વારા અરજદારને કેસ ચાલતા અરજદારને ભરણપોષણ પેટે અરજદાર નં.૧ ને માસિક રૂ.૩૫૦૦ અને અરજદાર નં.૨ ને માસિક રૂ. ૨૦૦૦ દર માસે ચુકવવા હુકમ કરેલ છે. તથા અરજદાર નં.૧ ને ભાડાના મકાન પેટે રૂ. ૨૫૦૦ તથા અરજદારોને દુ:ખ-ત્રાસ આપેલ હોય જેના વળતર પેટે રૂ. ૧૦૦૦૦ તથા અરજદારએ કરેલ અરજીના ખર્ચ પેટ રૂ.૨૦૦૦ સામાવાળાને ચુકવવાનો હુકમ કરેલ છે.આ કેસમાં અરજદારો તરફે વકીલ બીજલબેન આર. શાહ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application