જામનગર શહેરના વોર્ડ નં. ૧ માં મોડી રાત્રે વીજ પુરવઠો પુનઃસ્થાપિત
ગઈકાલે રાત્રે આશરે ૮ વાગ્યાથી વોર્ડ નં. ૧ના બેડી તથા બેડેશ્વર વિભાગના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોટા ફોલ્ટના કારણે વારંવાર વીજળી ટ્રિપ થતી હોવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ અંગે PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓનો તાત્કાલિક સંપર્ક કરી ફોલ્ટ શોધી તેને દૂર કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. PGVCLની ટીમ સાથે સ્થળ પર રહી જરૂરી કામગીરી કરાવવામાં આવી અને વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા.
પટેલ કોલોની તથા બેડેશ્વર વિભાગની PGVCL ટીમ દ્વારા રાત્રિના સમયે પણ સતત જહેમત ઉઠાવી ફોલ્ટ શોધી તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અંતે રાત્રે આશરે ૩:૩૦ વાગ્યે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં સહકાર અને રાત્રિના સમયે પણ સતત જહેમત ઉઠાવનાર PGVCLના અધિકારીઓ તથા સમગ્ર કર્મચારી ટીમની કામગીરી ખરેખર બિરદાવવા યોગ્ય છે.