બળાત્કાર ગુજારવાના કેસમાં જામનગરના શખ્સનો જામીન પર છુટકારો
મોરબી મુકામે રહેતી અને સ્પામાં નોકરી કરતી એક પટેલ યુવતિ તેણીની બહેનપણી મારફતે જામનગરના શાહરૂખ અબ્દુલ હમીરાણીના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ બન્ને વચ્ચે ફોન ઉપર અવાર નવાર વાતો થતી અને આરોપી શાહરૂખે પટેલ યુવતિને લગ્નની લાલચ આપી જામનગર બોલાવી લીધેલ અને જામનગરના મોહનનગર તેમજ લાલવાડી વિસ્તારમાં તેણીની રહેવાની વ્યવસ્થા કરી આપેલ હતી અને આ પટેલ યુવતિને આરોપીએ લગ્નની લાલચ આપી વારંવાર તેણી સાથે બળાત્કાર ગુજારેલ અને છેલ્લે યુવતિને માર મારી તેણી સાથે શરીર સંબંધો બાંધતા, મોરબી રહેવા ચાલી ગયેલ હતી. ભોગ બનનાર જામનગર રહેતી હતી તે દરમ્યાન આરોપી શાહરૂખ તેણીને ડ્રગ્સ લેવાના બહાને નેપાળ લઇ ગયેલ અને નેપાળ જઈને તેણીને ઢોર માર મારેલ તેમજ યુવતિ સગર્ભા થઇ જતા, હોસ્પિટલમાં લઈ જઈ તેણીનો ગર્ભ પણ પડાવી નાખેલ, ઉપરાંત ભોગ બનનારના માતા પિતાનું અવસાન થયેલ તેના વળતરની રકમ ભોગ બનનારને મળેલ હતી તે રકમ અને એક ફોર વ્હીલ ગાડી પણ ભોગ બનનાર પાસેથી પડાવી લીધેલ તેમજ આરોપી શાહરૂખે તેના મિત્રો પાસે ભોગ બનનારને મોકલી અને મિત્રો દ્વારા પણ તેણીનું શારીરિક શોષણ કરાવેલ તે સંબંધેની પોલીસ ફરીયાદ યુવતિ દ્વારા નોંધાવવામાં આવતા, પોલીસે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ આરોપીની તાત્કાલીક ઘરપકડ કરી જેલ હવાલે કરેલ હતો.
આરોપી શાહરૂખે જામીન મુક્ત થવા માટે અત્રેની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા, આરોપી તરફે રોકાયેલ સિનિયર એડવોકેટએ દલીલ કરેલ,બાદ તમામ દલીલો ઘ્યાને લઇ અત્રેની સ્પેશ્યલ કોર્ટના જજ આર.પી. મોગેરાએ આ કેસના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ કિરણભાઈ બગડા, પાર્થ કિરણભાઈ બગડા તથા જયન ડી. ગણાત્રા રોકાયા હતા.