BREAKING NEWS

જામનગર સહિત ગુજરાતના ૫૪૭ નિવૃત બીએસએનએલ કર્મીઓના દિલ્હીમાં ધરણાં

  • August 29, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત ગુજરાતના ૫૪૭ નિવૃત બીએસએનએલ કર્મીઓના દિલ્હીમાં ધરણાં


બીએસએનએલ કર્મચારીઓ અને પેન્શનર્સનો ૨૦૧૭ વેઇઝ અને પેન્શન રીવીઝન પ્રશ્ર્ન હલ થયેલ નથી. આ કાર્યક્રમ સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન લઇ થઇ રહ્યો હોવાથી તેનું મહત્વ ઘણું જ હતું. ભારતભરમાંથી અને ગુજરાતમાંથી કર્મચારીઓ અને પેન્શનર્સ આ કાર્યક્રમ જોડાયેલ હોવાનું જણાવેલ છે.

દિલ્હી જંતર મંતર ખાતે વરસતા વરસાદમાં ધરણામાં એનસીસીપીએના સેક્રેટરી જનરલ કે.જી. જયરાજ બીએસએનએલ કોઓર્ડિનેશન કમીટીના ઓલ ઇન્ડીયાના ચેરમેન આર. મુરલીધરન નાયર, ક્ધવીનર અનિમેષ ચંદ્રા મિત્રા, ડે. ક્ધવીનર પી.અભિમન્યુ, બીએસએનએલ એમ્પલોઇઝ યુનિયનના ઓલ ઇન્ડીયા પ્રેસીડેન્ટ વ્જિયકુમાર, એઆઇબીડીપીએના ઓલ ઇન્ડીયા પ્રેસીડેન્ટ એમ.આર.દાસ વિગેરે આગેવાનોએ સંબોધન કરેલ.

બીએસએનએલ કોઓર્ડિનેશન કમીટીના બેનર હેઠળ યોજાયેલ જંતર મંતર દિલ્હી ખાતેના ધરણામાં ભારતભરમાંથી કુલ ૧૩૦૦ બીએસએનએલ કર્મચારીઓ અને પન્શનર્સનો સાથે ગુજરાતમાંથી પણ ૫૪૭ સભ્યોએ બીએસએનએલ કોઓર્ડિનેશન કમીટીના ચેરમેન મનુભાઇ ચનીયારા તથા નિરવ પરમાર જોડાયેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application