ધ્રોલના શિવભકતોની આસ્થાનું કેન્દ્ર બ્રહ્મનાથ મહાદેવ:સાતસોથી વધુ વર્ષથી વરસી રહી છે ભોળાનાથની કૃપા
સાતસો વર્ષથી વધુ સમયથી ધ્રોલના બ્રહ્મનાથ મહાદેવ ભક્તજનો પર આર્શિવાદ વરસાવી રહ્યા છે લોકવાયકા મુજબ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને બ્રહ્મનાથ મહાદેવ એક જ રેખાંશમાં આવતું હોવાથી બન્નેની પૂજાનું મહત્વ એક સરખુ હોવાથી ધ્રોલ તેમજ આસપાસના ગામોમાં વસવાટ કરતાં તમામ શિવભક્તો શ્રાવણ માસમાં બ્રહ્મનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરવા અચૂક આવે છે.
ધ્રોલની પૂર્વમાં પૌરાણિક બ્રહ્મનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ઇતિહાસ મુજબ જયાં આ મંદિર આવેલું છે ત્યાં જુનું ધ્રોલ અને તેનું નામ ધમલપુર હતું. ત્યાં ચાવડા વંશનાં રાજવી ધમલ ચાવડાનું રાજય હતું એ વખતનું આ મંદિર હોવાનું મનાય છે અને મંદિરમાં મોટી સંખ્યામાં ધ્રોલ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દર્શનનો લાભ લઇ રહ્યા છે.
પૌરાણિક બ્રહ્મનાથ મહાદેવ મંદિરનો અનેરો મહિમા સાથે ઇતિહાસ જોડાયેલ છે.
જેમાં જામનગર સ્ટેટ જામરાવલ અને તેમનાં નાનાભાઇ હરધ્રોલજી કચ્છમાંથી આવ્યા ત્યારે જામસાહેબે જામનગર પર ચડાઇ કરી અને ત્યારનાં ધમલપુર ઉપર હરધ્રોલજીએ ચડાઇ કરી યુદ્ધ કરી રાજવી ધમલ ચાવડા સાથે યુદ્ધ કરી તેને હરાવી તેની પાસેથી રાજય છીનવી લઇ હાલનાં ધ્રોલની સ્થાપના કરી હતી. એ સમય પહેલાનું બ્રહ્મનાથ મહાદેવનું મંદિર હોવાનું મનાય છે.
બ્રિટિશ શાસન અને માન-સન્માનબ્રિટિશ રાજ દરમિયાન ધ્રોલ એ બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનું એક રજવાડું હતું. અહીંના શાસકોને નસ્ત્રઠાકોર સાહેબસ્ત્રસ્ત્ર કહેવામાં આવતું અને તેમને ૯ તોપોની સલામીનો અધિકાર મળ્યો હતો.
બ્રહ્મનાથ મહાદેવ સીવાયના અન્ય શિવાલયોમાં ત્રંબોળેશ્ર્વર મહાદેવ, બિલેશ્ર્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, રેવનાથ મહાદેવ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, તપેશ્ર્વર મહાદેવ, મહાકાલેશ્ર્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, હાટકેશ્ર્વર મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ (મનોકામના હનુમાન મંદિર), શ્યામસુંદર મહાદેવ, ધોળેશ્ર્વર મહાદેવ, ગોકુલેશ્ર્વર મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ (વાણીયા ચોક), તપેશ્ર્વરી મહાદેવ, અમરનાથ મહાદેવ, કાશિવિશ્ર્વનાથ મહાદેવ (સબસ્ટેશન જોડીયા રોડ), બાલેશ્ર્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ (વાડી શાળા નં.૧), વડવડેશ્ર્વર મહાદેવ, દ્રેશ્ર્વર મહાદેવ, પ્રગટેશ્ર્વર મહાદેવ સહિતના ૨૬ થી વધુ મંદિરો ધ્રોલ શહેરમાં આવેલા છે. ત્રંબોલેશ્ર્વર મહાદેવ મંદિરથી શિવરાત્રીની શોભાયાત્રા પ્રસ્થાન થાય છે.
બ્રહ્મનાથ મહાદેવ મંદિરની આસપાસ બ્રાહ્મણ, સોની, સતવારા, ક્ષત્રિય તેમજ અન્ય જ્ઞાતિઓનાં સતિમાં તેમજ સુરાપુરાનાં ઘણાં બધાં મંદિરો તથા પાળીયાઓ આવેલા છે. બ્રહ્મનાથ મહાદેવના પરિસરમાં રામજી મંદિર તેમજ હનુમાનજીનાં મંદિરો પણ આવેલા છે.
ધ્રોલનું બ્રહ્મનાથ મહાદેવ મંદિર ધ્રોલવાસીઓની શ્રદ્ધા, શિવભક્તિ અને લોકપરંપરાનું મહત્વનું પ્રતીક છે. ખાસ કરીને શ્રાવણ વદ સાતમ એટલે કે મોટી સાતમના દિવસે અહીં યોજાતો નાનો મેળો આ મંદિરને ધાર્મિક ઉત્સવ સાથે લોકજીવનનું પણ કેન્દ્ર બનાવે છે. મંદિર આસપાસ આવેલા કુટુંબદેવસ્થાનો અને હરિયાળું કુદરતી વાતાવરણ તેની આગવી ઓળખ વધારે છે.