'પ્રાદેશિક ગ્રિપ સમિટ'માં શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર દ્વારા રજૂ કરાયેલ 'યોગ સેશન' ને પ્રથમ ક્રમાંક મળ્યો
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પ્રાદેશિક નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, રાજકોટ વિભાગ દ્વારા તા.૦૬-૧૦-૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે "સેકન્ડ રીજનલ ગ્રિપ સમિટ ઓફ રાજકોટ રીજન"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરના ફેકલ્ટી સભ્યો દ્વારા દર્દી કેન્દ્રિત સારવાર, પરિવાર કાઉન્સેલિંગ, યોગ અને સ્વસ્થ જીવનશૈલી, તબીબી વિદ્યાર્થીઓની વ્યવહારુ તાલીમ તથા આધુનિક તબીબી સારવાર પદ્ધતિઓને લગતી વિવિધ શ્રેષ્ઠ અને નવીન પ્રેક્ટિસીસ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ડૉ. ધારા પી. ત્રિવેદી દ્વારા "યોગ સેશન" વિષય પર રજૂ કરવામાં આવેલી શ્રેષ્ઠ અને નવીન પ્રથાને આ પ્રાદેશિક સમિટમાં સમગ્ર રાજકોટ રીજનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.
આ ઉપરાંત સંસ્થાના ડૉ. અંકિત અધ્વર્યુ, ડૉ. મિત્સુ પી. વિઠલાણી અને ડૉ. દેવલ વોરા દ્વારા પણ સંસ્થામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવતી વિવિધ નવીનતમ પ્રથાઓનું પ્રભાવશાળી પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ ઝળહળતી સિદ્ધિથી શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અને નવીન અભિગમોને પ્રાદેશિક સ્તરે વિશેષ ઓળખ અને સન્માન પ્રાપ્ત થયું છે, જે જાહેર આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓની સંભાળ તથા તબીબી શિક્ષણના સુદ્રઢ સશક્તિકરણમાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application