જામનગરના રાજા ભોજાભાઇ મેર દ્વારા પ્રવીણ મેઘજીભાઈ વિગેરે સામે વેચાણ કરારનું પાલન કરવા તથા દરમિયાનમાં થયેલા રજીસ્ટર્ડ રીલીઝ ડીડ તથા વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે દાવો દાખલ કરવામાં આવેલ, આ દાવામાં નવાં ખરીદનાર પ્રતિવાદી ફારુક હાજી એમદ વાડીવાલા ના એડવોકેટ દ્વારા સી.પી.સી. ઓર્ડર ૭, રુલ ૧૧ મુજબ અરજી આપવામાં આવેલ કે મૂળ વેચાણ કરાર સને ૧૯૭૩ નો હોય તથા આ કરારના પાલનની સમય મર્યાદા વીતી ગયેલ હોય તેવા સંજોગોમાં ઉતરોત્તર ૨૦૧૫ માં થયેલ રીલીઝ ડીડ તથા ત્યારબાદ સને ૨૦૧૮ માં થયેલ વેચાણ દસ્તાવેજ રદ કરાવવા માટે દાવો ચાલી શકે તેમ નથી જ્યારે મૂળ કરાર પાલનની દાદ મળી શકે તેમ ન હોય ત્યારે વાદી અન્ય કોઈ દાદ મેળવવા હક્કદાર નથી.
પ્રતિવાદીનાં એડવોકેટ દ્વારા દલીલોનાં સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રતિવાદી નાં એડવોકેટ ની દલીલો ગ્રાહ્ય રાખી આઠમાં એડી. સીનીયર સિવિલ જજ મોહિત શર્મા દ્વારા વાદીનો દાવો સમય મર્યાદા નાં કાયદા મુજબ ચાલવા પાત્ર ન હોય પ્રારંભિક તબક્કે જ રદ કરવામાં આવેલ છે. પ્રતિવાદી તરફે જામનગરના એડવોકેટ કિશોર ડી. ભટ્ટ, પાર્થ જે. મોદી, રજની પી. ગોસાઈ રોકાયા હતા