BREAKING NEWS

નેપાળમાં ચિલીમે ટનલમાં કોઈ જીવિત નથી બચ્યું, વધુ ૫ાંચ મૃતદેહ મળ્યાં

  • September 17, 2026 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળમાં થોડા સમય પહેલા આવેલા વિનાશક પુર એ ભયંકર તબાહી મચાવી હતી. જેમાં ચિલીમે હાઇડ્રોપાવર પ્રોજેકટની ટનલને પણ વ્યાપક નુકસાન થયું હતું. આટલા દિવસ સુધી વ્યાપક બચાવ કામગીરી ચાલી રહી હતી પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જીવિત મળ્યું ન હોવાનું તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે. નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બુધવારે, નેપાળના ચિલીમે હાઇડ્રોપાવર પ્રોજેકટની ટનલમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.નોંધનીય છે કે આ વિનાશક પૂરમાં ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો વહી ગયા હતા, અને હાઇડ્રોપાવર પ્રોજેકટસને નુકસાન થયું હતું.ભારતીય અને નેપાળી બચાવ ટીમો ઘણા દિવસો સુધી કાદવ અને કાટમાળ સાફ કર્યા પછી પાવરહાઉસ પહોંચી હતી. જો કે કોઈ બચી શકયું ન હોવાનો દાવો ટીમે કર્યેા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કામગીરીમાં કાટમાળ અને નદીમાંથી રસ્તો બનાવવો, ટનલ સુધી પહોંચવા માટે કાદવ દૂર કરવો, મોટા પથ્થરો અને પાણી ટપકતા અટકાવવા અને અંતે ઐંડા પાણીમાં ડૂબકી લગાવવી સહિતની ગતિવિધિઓ શામેલ છે.હેલિકોપ્ટર સપોર્ટ સાથે કામ કરતા, ભારતીય અને નેપાળી સેનાની ટીમોને અનેક પડકારોનો સામનો કરવો પડો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application