આજે વડાપ્રધાનના જન્મદિનને યાદગાર બનાવવા જામનગરમાં અનેકવિધ કાર્યક્રમ
ઉજવણી: શહેરના સુપ્રસિઘ્ધ બાલા હનુમાન મંદીર, રણમલ તળાવ પરિસર અને ડીકેવી કોલેજમાં આર્શીવાદના દીવડો, સંગીત સંઘ્યા સહીતના કાર્યક્રમ યોજાશે
તળાવની પાળે એન્ટ્રી ફ્રી રહેશે: મોટી સંખ્યામાં શહેરીજનોને જોડાવવા અનુરોધ:શહેર ભાજપ દ્વારા ૧૭ ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમો સાથે સેવા સંકલ્પ અભિયાન ઉજવાશે
ભારતના યશસ્વી અને વડાપ્રધાન નરેન્દ્વ મોદીના જન્મદીવસ અને મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી તરીકેના ૨૫ વર્ષના ગૌરવપૂર્ણ રાષ્ટ્રસેવાના કાર્યકાળને યાદગાર બનાવવા જામનગરમાં અનેકવિધિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. શહેરના સુપ્રસિઘ્ધ બાલા હનુમાન મંદીર, રણમલ તળાવ પરિસર અને ડીકેવી કોલેજમાં આર્શીવાદના દીવડાઓ પ્રગટાવી શુભકામના પાઠવવામાં આવશે.
શહેરના સુપ્રસિઘ્ધ બાલા હનુમાન મંદીર, રણમલ તળાવ પરિસરમાં મહાનગરપાલીકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા રાજયના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા દ્વારા ડીકેવી કોલેજ, પીએનમ માર્ગ પરં આર્શીવાદના દીવડાઓ પ્રગટાવી શુભકામના પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્વ મોદીના ૧૭ સપ્ટેમ્બરના જન્મદીવસ પ્રસંગે જામનગરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજયના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા દ્વારા ગુવારે સાંજે ૭ કલાકે ડીકેવી કોલેજ,પીએન માર્ગ પર આર્શીવાદના દીવડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે મહાનગરપાલીકા અને જિલ્લા વહીવટીતત્ર દ્વારા આર્શીવાદનો દીવડો કાર્યક્રમ સાંજે ૬.૩૦ કલાકે બાલાહનુમાન મંદીર અને રણમલ તળાવ પરિસર ખાતે યોજાશે. તદઉપરાંત સંગીત સંઘ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણમલ તળાવ પરિસરમાં એન્ટ્રી ફ્રી રહેશે. આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, મેયર મોનીકાબેન વ્યાસ, રાજયમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દીવ્યેશ અકબરી, રાધવજી પટેલ, મેધજી ચાવડા, હેમત ખવા તથા મનપાના હોદેદારો તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
જામનગર શહેર ભાજપ દ્વારાભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર થી એક માસ ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમો ના આયોજન, તથા વ્યસ્થાપન અંતર્ગત પંડિત દીનદયાલ ઉપાદ્યાય ભવન, શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ. સેવા સંકલ્પ સભિયન ૨૦૨૬, ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા દ્વારા માર્ગદર્શન પ્રદાન કરવામાં આવેલ. વિશેસ થી ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભડેરી, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા પ્રભારી મહામંત્રી વિજયસિંહ જેઠવા દારા કાર્યક્રમ ને સફળ બનાવવા સૂચવવામાં આવેલ. ૭૯ વિધાનશભા ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, ડિસ્ટ્રીક કોઓપરેટીવ બેન્ક ના ચેરમેન જીતુભાઈ લાલ સહિતની વિશેષ ઉપસ્થિતિ રહેલ.
કાર્યશાળા નું સંચાલન મહામંત્રી મૃગેશ દવે, ભાવેશ કાનાણી દ્વારા કરવામાં આવેલ, ટેકનિકલ સહયોગ આઈ ટી ઈનચાર્જ ગુંજ કારીયા દ્વારા પ્રદાન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો અને ઝડપી લાભ પૂરો પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી શાસન અને સરકારી સેવાઓ પહોંચાડવાનો છે. તાલુકા અને ગ્રામ્ય સ્તરે સેવાનો લાભ આપવા માટે વિશેષ કેમ્પ અને શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે. માનનીય નરેન્દ્રભાઈ મોદી જી ના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર થી આ કાર્યક્રમ શરુ થઇ ૧૭ ઓક્ટ્રોબર સુધી ચાલશે. જેમાં વિવિધ કાર્યર્કર્મો ને આવરી લેવામાં આવેલ છે. વિવિધ કાર્યક્રમો ના ઇન્ચાર્જ ની નિમણુંક કરવામાં આવેલ છે.
આગામી વિવિધ જનકલ્યાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સફળ આયોજન અર્થે વિવિધ ઈન્ચાર્જશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં આશીર્વાદનો દીવડો માટે કોર્પોરેટર ધવલભાઈ નાખવા, ૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોણાણી, નમો સેવા ગાથા માટે સાંસ્કૃતિક સેલના વિરલભાઈ રાચ્છ, આંગણવાડી ઉત્સવ માટે પૂર્વ પ્રમુખ (મહિકા મોરચો) અને કોર્પોરેટર રીટાબેન જોટંગીયા, પરિવર્તનની વાર્તા માટે આઈ.ટી. ઈન્ચાર્જ ગુંજ કારીયા, વિકસીત ભારત સંકલ્પ યાત્રા માટે એસ.એમ. ઈન્ચાર્જ દક્ષભાઈ ત્રિવેદી, સેવા જ્યોત યાત્રા માટે શહેર મહામંત્રી ભાવેશભાઈ કાનાણી, વડનગરથી વારાણસી માટે શહેર મહામંત્રી મૃગેશભાઈ દવે, સેવા મેરા યોગદાન માટે કોર્પોરેટર નિશાબેન અશ્વાર, સેવા સેતુ અભિયાન માટે મેયર મોનિકાબેન વ્યાસ, રંગોળી રાષ્ટ્ર માટે કોર્પોરેટર ખ્યાતીબેન મુંગરા, રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ માટે શહેર ઉપાધ્યક્ષ હેમલભાઈ ચોટાઈ તથા જનસેવક મહાકુંભ માટે કોર્પોરેટર આશિષભાઈ જોષી ને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ કાર્યકર્મ માટે પ્રભારી મહામંત્રી તરીકે વિજયસિંહ જેઠવા તેમજ ક્નવીનર તરીકે સહદેવભાઈ ડાભીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત સહ-ક્નવીનર તરીકે, વિરલભાઈ બારડ, દક્ષાબેન અગ્રાવત, વિજયભાઈ પરમાર અને કમલેશભાઈ ભરવાડની નિમણૂંક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ક્નવીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવાયું છે.