BREAKING NEWS

દ્વારકાના બરડીયા પાસે આવેલ પૌરાણિક સુભદ્રા કુંડ જર્જરિત

  • October 28, 2026 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના બરડીયા પાસે આવેલ પૌરાણિક સુભદ્રા કુંડ જર્જરિત

જતન સામે સવાલ, ટૂરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવવા માંગ

દ્વારકા નગરી અને તેની આસપાસના ખ્યાતનામ ધાર્મિક તેમજ પૌરાણિક સ્થળો મોટાભાગના દર્શનાર્થીઓએ નિહાળ્યા હશે. પરંતુ પ્રાચીન દ્વારકા ક્ષેત્રમાં આ પ્રસિદ્ધ સ્થળો ઉપરાંત પણ અનેક પૌરાણિક વારસાઓ પણ આવેલા છે, જે યોગ્ય પ્રચાર-પ્રસારના અભાવે આજે પણ લોકો માટે અજાણ્યા છે. આવી જ એક અનમોલ અને મહત્ત્વની ધરોહર એટલે દ્વારકા નજીક આવેલા બરડીયા ગામ પાસેનો ઐતિહાસિક સુભદ્રા કુંડ. દ્વારકાથી નજીક બરડીયા ગામ પાસે આવેલ ચંદ્રભાગા માતાજીના મંદિર પાસે આ પ્રાચીન કુંડ આવેલો છે.

પૌરાણિક માન્યતા અને જાણકારોના કથન મુજબ, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામના લાડકવાયા બહેન સુભદ્રાજી પોતાની સખીઓ સંગાથે આ કુંડમાં સ્નાનાર્થે તેમજ પૂજનાર્થે પધારતા હતા. ચારેય તરફ કલાત્મક કોતરણીવાળા ઘુમ્મટ ધરાવતા અને અષ્ટકોણ આકારમાં બનેલા આ કુંડની સ્થાપત્ય કલા અને શોભા આજે પણ અદ્ભુત તેમજ અનેરી અનુભવાય છે.

આટલું વિશાળ પૌરાણિક મહત્ત્વ હોવા છતાં, કાળક્રમે યોગ્ય જાળવણી અને નિભાવણીના અભાવે આજે આ ઐતિહાસિક કુંડ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિકો અને પ્રવાસન ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે, જો સરકાર અને પ્રવાસન વિભાગ આ દિશામાં ગાઢ લક્ષ્ય સેવીને આ સ્થળનો પૌરાણિક ઈતિહાસ જાળવી રાખે તથા તેને એક સુસજ્જ ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવે, તો આ ધરોહરનું રક્ષણ થશે. સાથોસાથ દ્વારકા આવતા દેશ-વિદેશના યાત્રિકોને પણ આ અદ્ભુત પૌરાણિક વારસા અંગે સચોટ માહિતી અને સમજ મળી રહેશે. જાણો અષ્ટકોણ સુભદ્રા કુંડની સ્થાપત્ય વિશેષતા દ્વારકા નજીક બરડીયા ગામમાં આવેલા પ્રસિદ્ધ ચંદ્રભાગા માતાજી મંદિર પરિસર પાસે સ્થિત આ કુંડ અષ્ટકોણ (આઠ ખૂણા ધરાવતી) વિશિષ્ટ આકૃતિમાં કલાત્મક રીતે કંડારેલો છે.સ્થાપત્ય કલામાં કુંડની ચારેય તરફ બારિક કોતરણી ધરાવતા કલાત્મક ઘુમ્મટો આવેલા છે, જે પ્રાચીન ભારતીય શિલ્પકળાનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application